ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
28 જાન્યુઆરી 2021
ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ અબજપતિ હોવા છતાં રોડપતિ બની જતો હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા સ્ટીફન થોમસે વર્ષ ૨૦૧૧માં 7002 bitcoin ખરીદ્યા હતા. આ બીટકોઈન નું હાલ બજારમૂલ્ય ૧૮૦૦ કરોડ રૂપિયા છે.
તેણે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ને સીક્યોર કરવા માટે એક પાસવર્ડ હેઠળ તેને સુરક્ષિત રાખ્યા. હવે તે વિચિત્ર રીતે ફસાઈ ગયો છે.
પાસવર્ડ યાદ ન રહેતા તેણે આઠ વખત ખોટા પાસવર્ડ દાખલ કર્યા છે. હવે માત્ર તેની પાસે પાસવર્ડ નાખવા માટે બે તક રહેલી છે. જો આ તકને તે ગુમાવી દેશે તો ઇનક્રીપ્ટેડ ડિવાઇસ તેના લોકરને લોક કરી નાખશે. ત્યારબાદ તે કાયમી ધોરણે ફસાઈ જશે.
હાલ થોમસે એવો નિર્ણય લીધો છે કે તે પાસવર્ડનો ઉપયોગ નહીં કરે. તે ભવિષ્ય ની રાહ જોશે. જ્યારે પાસવર્ડ ક્રેક કરવા માટે કોઈ યોગ્ય રીત મળી જશે. ત્યારે તે તેનો ઉપયોગ કરી પોતાના bitcoin મેળવી લેશે.