ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
27 જાન્યુઆરી 2021
આપણા દેશમાં સોનાનું ઘણું મહત્વ છે. સોનું ખરીદનાર દરેકના મનમાં સોનાની શુદ્ધતા અંગે પ્રશ્નો થાય છે. જેમકે સોનું કેટલું શુદ્ધ છે, તે 24 કેરેટ છે? ઘણીવાર લોકો સોનાની ગુણવત્તાની બાબતમાં છેતરાઈ જતા હોય છે. સોનામાં જુદા જુદા ધાતુઓની બનાવટી કરીને ગ્રાહકોને નકલી અથવા નબળી ગુણવત્તાવાળી સોનું આપવામાં આવે છે. આ સમસ્યાનો હલ એક એપ દ્વારા નીકળ્યો છે. એક મોબાઇલ એપ્લિકેશન છે જેના દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકાશે
સ્ત્રીઓ માટે આ એપ્લિકેશન ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સોનાની ખરીદી તરફ મહિલાઓ ઘણું આકર્ષણ હોય છે. કેન્દ્રીય ગ્રાહક અને ખાદ્ય મંત્રાલય એ એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેનું નામ છે BIS-CARE. આ એપ્લિકેશન દ્વારા જાણી શકાય છે કે, તમે ખરીદેલું સોનું કેટલું શુદ્ધ છે? આ એપ્લિકેશન પર સોનાની શુદ્ધતા તપાસવા સિવાય લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર અંગે પણ ફરિયાદ દાખલ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે સરકારે દેશભરમાં ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. જુલાઇ 1, 2021 થી સોનાના દાગીના હોલમાર્ક વિના વેચવાની ફરિયાદ પર વેપારીઓને BIS એક્ટ હેઠળ એક લાખ રૂપિયા સુધી અથવા ઝવેરાતની કિંમતમાં પાંચ ગણા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત, એક વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. જોકે દંડ અથવા સજા અંગેનો નિર્ણય કોર્ટ કરશે.
આ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સોનાના ઝવેરાત પર હોલમાર્ક કરવા માટે, દેશભરમાં જિલ્લા કક્ષાએ પ્રવેશ કેન્દ્રો ખોલવામાં આવશે અને જ્વેલરી વેપારીઓને બીઆઈએસ સાથે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. સોનાના આભૂષણો પર બીઆઈએસની હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ શુદ્ધતાના સોનાના ઝવેરાત પર કરવામાં આવશે. હોલમાર્કિંગમાં ચાર વસ્તુઓ શામેલ હશે, જેમાં બીઆઈએસનું નિશાન, 22 કેરેટ અને 916 જેવી શુદ્ધતા, એક્સેસિંગ સેન્ટરની ઓળખ, ઝવેરાત ઉદ્યોગપતિની ઓળખ શામેલ છે.
