બોરીવલી નો કિસ્સો. ટ્રાવેલ એજન્સીના માલિકે પેમેન્ટ રોક્યુ તો ડ્રાઈવરે કર્યું આ કામ. આટલી બસો બાળી, કરોડનું નુકસાન. જાણો વિગતે  

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

25 જાન્યુઆરી 2021

મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ટ્રાવેલ એજન્સીમાં કામ કરતાં ચાલકે એજન્સી માલિકની પાંચ બસને આગ ચાંપી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇની એક ટ્રાવેલ એજન્સીના માલિકે તેના બસ ડ્રાઇવરને પગાર ચુકવણી ન કરતાં ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે એજન્સીની પાંચ બસને આગ ચાંપી દીધી હતી. આ બસોની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ હતી. મુંબઈ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. 

પોલીસના જણાવ્યા મુજબ, એક મહિનામાં એક જ એજન્સીની પાંચ બસો સળગી ગઈ હતી. પ્રથમ વખત 24 ડિસેમ્બર 2020 ના રોજ, ત્રણ બળી ગયેલી બસો મળી. તે પછી, 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ, વધુ બે બસો સળગતી મળી હતી. તો બીજી વખત 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ, એક સાથે બે બસો ને બળીને રાખ કરી હતી. એક જ ટ્રાવેલ એજન્સીમાં આગની સતત બે ઘટનાઓ બનતા પોલીસને શંકા ફક્ત એક જ ટ્રાવેલ એજન્સીની બસોમાં આગ કેમ લાગી?? 

ત્યારબાદ પોલીસે તપાસ ગોઠવી હતી. તપાસ દરમિયાન એજન્સીએ જણાવ્યું હતું કે, આ દિવસોમાં બસોની બેટરી રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. બની શકે કે બસોમાં આગ લાગી હોય. પરંતુ આ ખુલાસો પોલીસને આ વાત ગળે ઉતરી નહોતી. એ પછી ટ્રાવેલ એજન્સીના માલિકની વધુ પૂછપરછ કરતા તેમણે પોતાના એક પૂર્વ કર્મચારી પર શંકા જાહેર કરી હતી. એજન્સીના માલિકે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ડ્રાઈવરોની જરુર હોવાથી એક વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો. તે દસ દિવસ જ નોકરી પર રહ્યો હતો.આ દરમિયાન ગોવામાં તેનાથી બસનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને બસને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. જેના કારણે ટ્રાવેલ એજન્સીના માલિકે તેનુ પેમેન્ટ અટકાવી રાખ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે આ મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. 

આ પછી પોલીસે તે કર્મચારીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. અહીં તેની સખત પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બસો સળગાવવાનો ગુનો કબૂલ કર્યો હતો. બોલાવીને કડકાઈથી પૂછપરછ કરતા તેણે પાંચ બસોને આગ લગાવી હોવાનુ કબૂલ્યુ હતુ. તેણે પોલીસને કહ્યુ હતુ કે, પહેલા હું માચિસથી બસના પડદાને સળગવાતો હતો અને એ પછી આખી બસ સળગીને રાખ થઇ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલ એજન્સીના માલિકને ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *