બોલીવુડનાં આ જાણીતા સિતારાઓએ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે બદલ્યા હતા પોતાના નામ. જાણો કોણ કોણ છે આ સૂચિમાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

22 જાન્યુઆરી 2021

બોલિવૂડમાં કામ કરનારા દરેક કલાકારોની ઈચ્છા મોટા સ્ટાર બનવાની હોય છે અને આ સપનાને તેમને પૂરા કરવા માટે દિન રાત મહેનત કરવી પડે છે. બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવા માટે લોકોએ પોતાના નામથી લઈને ચહેરો પણ બદલવો પડે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એવા ઘણા સિતારાઓ પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણા ફિલ્મ સિતારાઓએ જ્યોતિષ શાસ્ત્રનો આશરો લીધો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ સિતારાઓએ નયુમેરોલોજીકલ હિસાબથી પોતાનું નામ બદલીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 1. અમિતાભ બચ્ચન 

સદીના મહાનાયક અને બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મ થયો ત્યારે પરિવારના લોકોએ તેમનું નામ ઇન્કલાબ રાખ્યું હતું. પરંતુ થોડા સમય બાદ જ તેમનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું. તેમના પિતાની સરનેમ શ્રીવાસ્તવ હતી જેથી તેમણે સરનેમ બદલીને બચ્ચન કરી દીધી. ત્યારબાદથી આવનારી પેઢીની સરનેમ પણ બચ્ચન જ રાખવામાં આવે છે.  

2 સલમાન ખાન

બોલીવુડ દબંગ એટલે કે સલમાન ખાનનું સાચું નામ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જણાવી દઈએ કે તેનું અસલી નામ સલમાન નહિ પરંતુ અબ્દુલ રાશિદ સલમાન ખાન છે. મૉડેલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરતા સમયે પોતાના લાંબા નામને બદલે તેમણે પોતાનું સેકન્ડ નામ સલમાન ખાન રાખીને ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યા હતા.

3 શિલ્પા શેટ્ટી

ફિલ્મ ઈન્ડસ્ટ્રિની સુપરહિટ અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લાંબા સમયથી ફિલ્મ થી અંતર રાખેલ છે.  ઓછા લોકો તે વાતથી વાકેફ હશે કે શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. શિલ્પા શેટ્ટીનું અસલી નામ અશ્વિની શેટ્ટી છે. હકીકતમાં ન્યુરોલોજીસ્ટનાં કહેવા પર શિલ્પાના માતા-પિતાએ તેનું નામ અશ્વિની થી બદલીને શિલ્પા રાખ્યું હતું.

4 આમિર ખાન

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવતા પહેલા પોતાનું નામ બદલી ચૂક્યાં છે. હકીકતમાં આમીર ખાનનું સાચું નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે. પરંતુ આ નામ ખુબ જ લાબું હોવાથી સરળતાથી યાદ રહે તેના માટે તેમણે માત્ર આમિર ખાન રાખ્યું.આમિર ખાનને 1884માં ફિલ્મ હોળીથી બોલિવુડમાં ડેબ્યું કર્યું. 

5 સની લીયોની

પોતાની હોટનેસ અને બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેવા વાળી સ્ટાર સની લીયોનીએ  પણ પોતાનું અસલી નામ બદલી દીધું છે. સની લિયોનીનું સાચું નામ કરણજીત કૌર વોહરા છે. પરંતુ જ્યારે તે પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની તો તેને પોતાનું નામ બદલીને સની રાખી લીધું. સની લિયોનીની એક બાયોપિક ફિલ્મ પણ આવી ચુકી છે.  

6 અક્ષય કુમાર

બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર અત્યાર સુધી 100થી વધુ બોલિવુડ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. સૌગંધ ફિલ્મથી ડેબ્યુ કરનાર અક્ષય કુમારની આજે બોલિવુડની ટોપની હસ્તીઓમાંના એક છે. પરંતુ અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે.તેની પાછળનું કારણ એવું છે.અક્ષય કુમારની પહેલી ફિલ્મ ‘આજ’ 1987માં આવી હતી.આ ફિલ્મના લીડ એક્ટર ગૌરવના કેરેક્ટરનું નામ અક્ષય હતું. જેનાથી પ્રેરાઈ અક્ષય કુમારે રાજીવ હરી ઓમ ભાટિયામાથી અક્ષય કુમાર કર્યું.  

7 ઈરફાન ખાન

એક્ટીગના અનોખા અંદાજથી બોલીવુડ જગતમાં પોતાનું નામ બનાવનાર અભિનેતા ઈરફાન ખાનનું સાચું નામ ‘સાહબજાદે ઈરફાન અલી ખાન’ છે. ફિલ્મોમાં આવવાના પહેલા આમણે પોતાનું નામ બદલીને ઈરફાન ખાન કરી નાખ્યું હતું. થોડા સમય સુધી તો તે આ નામની આગળ ખાન પણ લગાવતા નહિ. આપને જણાવી દઈએ કે ઈરફાને બોલિવુડમાં ‘ધ વોરિયર’ નામની ફિલ્મથી સફર શરૂ કરી હતી.  

8 જીતેન્દ્ર કપૂર

પોતાના જમાનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાનાર સુપર સ્ટાર જીતેન્દ્ર કપૂર પણ પોતાનું નામ બદલી ચૂક્યાં છે. તેમનું સાચું નામ રવિ કપુર હતું. તે સમય દરમ્યાન બોલીવુડ હીરોનાં નામ કંઈક અલગ પ્રકારના હતા અને તેમણે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં હિસાબથી પોતાનું નામ બદલી દીધું હતું. પરંતુ પોતાના રીયલ નામ પ્રત્યેના આકર્ષણને કારણે તેઓને હંમેશા દરેક ફિલ્મમાં પોતાનું નામ રવિ રાખ્યું.

9 તબ્બુ

અભિનયની આગવી છટ્ટાથી લાખો લોકોના દિલ પર રાજ કરનાર તબ્બુએ બોલીવુડમાં આગવી છાપ ઉભી કરી છે. તબ્બુનું સાચું નામ તબસ્સુમ હાસીમ ખાન છે. પરંતુ આ નામ યાદ રાખવામાં ઘણું જ અઘરૂ પડતું હતું. એટલે બોલીવુડમાં ડેબ્યુ કર્યા પહેલા તબસ્સુમમાંથી નામ બદલી તબ્બુ કરી નાખ્યું હતું. જેથી કરીને લોકોને તેનું નામ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા પડે.  

10 રજનીકાંત 

દક્ષિણ ભારતના સુપસ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતે પણ પોતાનું નામ બદલ્યું છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. પરંતુ તેમની પ્રથમ ફિલ્મના ડાયરેક્ટર કે બાલાચંદને સ્ક્રીન   માટે શિવાજી રાવ ગાયકવાડમાંથી તેમનું નામ બદલી રંજનીકાંત રાખ્યું હતું. આપને જણાવી દઈએ કે ભારત સરકારે રજનીકાંતને અનોખી અદાકારા માટે પદ્મભૂષણ અને પદ્મવિભૂષથી સન્માનિત કર્યા છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!