ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
રવિવારના દિવસે પ્રશાસન દ્વારા દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ચોક પાસે બાળાસાહેબ ઠાકરે નું પૂતળું મૂકવામાં આવ્યું. આ પૂતળું અત્યારે પૂરી રીતે ઢંકાયેલું છે અને તેનું અનાવરણ નથી કરવામાં આવ્યું.
આ અનાવરણ પહેલાં જ સ્થાનિક લોકોએ પૂતળાનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. આપલી મુંબઈ નામના સંગઠનને પોતાનો વિરોધ દર્શાવતા કહ્યું છે કે સાર્વજનિક સ્થળો પર પૂતળા લગાડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આવા પૂતળા મૂકવાને કારણે રાહદારીઓ ને તકલીફ પહોંચે છે તેમજ જે તે વ્યક્તિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દિવસે લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જાય છે અને રસ્તો બંધ થાય છે.
સંગઠને આ સંદર્ભે કલેકટર તેમજ અન્ય ઓથોરિટી નો સંપર્ક સાધીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના ની સરકાર છે આવા સમયે લોકોનો વિરોધ તે ગણકારે એવી શક્યતા નહિવત્ છે.