ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
મુંબઇ પોલીસે અર્ણવ ગોસ્વામી ટીઆરપી સાથે સંકળાયેલા કથિત કૌભાંડ અંગે બોમ્બે હાઈકોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની તપાસ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. મુંબઈ પોલીસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ઇડી આ મામલે આટલો ઉત્સાહ કેમ બતાવી રહી છે. જ્યારે તે આ કેસમાં પ્રતિવાદી પણ નથી.
અગાઉ, હાઈ કોર્ટે આ મામલામાં 29 જાન્યુઆરી 2021 સુધી રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણવ ગોસ્વામી અને એઆરજી આઉટલર મીડિયા પ્રા.લિ.ના કર્મચારીઓની ધરપકડ પર સ્ટે મુક્યો છે.
અત્રે નોંધનીય છે કે ઇડીએ પણ આ સંદર્ભે કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ કરી રહી છે. અહીં સાલવે એ કહ્યું કે 'જો ઇડીના અહેવાલ અને મુંબઇ પોલીસની તપાસ રિપોર્ટ વચ્ચે કોઈ વિરોધાભાસ જણાશે કે મુંબઈ પોલીસે મારા ક્લાયંટ સામે ખોટા ઇરાદા સાથે કેસ નોંધ્યો છે.' આથી એઆરજી કંપનીએ પોતાની અરજીમાં આ મામલાની તપાસ સીબીઈને સોંપવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ખંડપીઠે હજુ સુધી ઇડી રિપોર્ટને રેકોર્ડમાં લીધો નથી અને પોલીસને આ મામલે સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. દરમિયાન હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ બેંચે કહ્યું કે પોલીસે આ જૂથ સાથે સંકળાયેલા લોકોને અઠવાડિયાના માત્ર બે દિવસ તપાસ માટે બોલાવવા જોઈએ. કારણકે અરજીમાં હંસાએ તપાસના નામે પોલીસ પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
