ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
દેશના ઔદ્યોગિક ગૃહો, મોટા રાજકારણીઓ અને વહીવટી અધિકારીઓના મેળાવડા માં આજકાલ એક સામાન્ય માણસની ઘણી ચર્ચા છે. આ વ્યક્તિએ દેશના સૌથી પ્રભાવશાળી, ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો છે. આ વ્યક્તિનું નામ કલ્પેશ દફતરી છે. ફરિયાદ બાદ સીબીઆઈ અને ઇડીની એક ટીમ આ વ્યક્તિની શોધમાં લાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ સીબીઆઈએ કલ્પેશ દફ્તરી અને તેના સાથીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 13 (2) અને 13 (1) (ડી) હેઠળ 420, 467, 468, 471, 477A હેઠળ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
અખબારોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ અંગેની ફરિયાદ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની છેતરપિંડી સંદર્ભે ઝડપી તપાસ કરી રહી છે. તેણે કલ્પેશ દફ્તરીની કંપની સંકલ્પ ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડની રૂ. 4.87 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. માહિતી અનુસાર, જપ્ત કરાયેલ સંપત્તિમાં મુંબઇ સ્થિત એક વ્યાપારી સંકુલ અને રાજકોટબસ્થિત મિલકતો શામેલ છે.
તપાસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, કલ્પેશ દફ્તરીના સહયોગીઓએ એક વિશેષ કૃષિ અને ગ્રામ ઉદ્યોગ યોજના બનાવી. આ યોજનાના લાઈસન્સને હિન્દુસ્તાન કોન્ટિનેન્ટલ લિમિટેડ નામની કંપનીનું ચલણ બનાવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ને વેચી દીધા. આ 13 લાઇસન્સ વેચીને તેમને 6.8 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી.