ભ્રષ્ટાચાર વિરોધી મિટિંગમાંજ ફોન પર લાંચ લીધી.. જાણો અજબ-ગજબ કિસ્સો.. થઈ ધરપકડ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021 

સરકારી બાબુઓ આદતથી મજબુર હોય છે. જેનો દાખલો ફરી એકવાર જોવા મળ્યો છે. એક અધિકારી મુખ્યમંત્રીની હાજરીમાં જ લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે. આ સમગ્ર કિસ્સો છે રાજસ્થાનનો. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વધતા ભ્રષ્ટાચાર સામેની લડાઈ માટે ખાસ મિટિંગ લઈ રહયાં હતાં, ત્યારે મિટિંગ દરમ્યાન જ મોબાઈલ ફોન ઉપર લાંચ લેતા એક અધિકારી ઝડપાઇ ગયાં. મિટિંગમાં બેઠેલ એસડીએમ એ ફોન ઉપર જ લાંચની રકમ માંગી અને સ્વીકારતા એસીબીના હાથમાં ઝડપાઇ ગયાં હતાં. 

સમગ્ર મામલે એસીબીએ 2 એસડીએમ અને પૂર્વ એસપીના દલાલ ને પકડી પાડ્યો છે. એસીબીએ દોષા જિલ્લાના પૂર્વ એસપીના 2 મોબાઈલ ને પણ જપ્ત કર્યા છે. અને એ પણ એસીબીના સકંજામાં આવી શકે છે. 

દોષા જિલ્લાના બે એસડીએમ દ્વારા લાંચ લેવાનો આ સમગ્ર મામલો છે. દોષા જિલ્લામાં નેશનલ હાઇવે પસાર થઇ રહ્યો છે અને ખેડૂતોની જમીનના અધિગ્રહણ મામલે કમ્પની સામે કેસ ચાલી રહ્યો છે. આ મામલે એસપીને તાપસ સોંપાઈ છે. અધિકારીઓ ના દલાલ અને બંને એસડીએમ એ લાંચ માંગી હતી. 

ઉલ્લેખનીય છે કે 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને એસીબી એ 2 કલાક સુધી મુખ્યમંત્રી કાર્યાલય બહાર લાંચિયા અધિકારીને ઝડપી લેવા માટે રાહ જોઈ હતી અને અંતે તેને ઝડપી લેવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More