ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગના મોટા ખેલાડીઓ વધુ કિંમતો માટે કાર્ટિલાઇઝેશનમાં વ્યસ્ત છે. બીલ્ડર્સ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયા (બીએઆઈ) ની તાજેતરમાં નીતિન ગડકરી સાથે ઓનલાઈન મુલાકાત યોજાઈ હતી, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ક્ષેત્રના ઘણા બધા મુદ્દાઓનો ઉકેલ લાવવાની ગડકરીએ બાંયધરી આપી હતી. સરકાર સ્ટીલ અને સિમેન્ટની કાર્ટેલ તોડી પાડવા માટે નિયામક સ્થાપવાનો વિચાર કરી રહી છે. એમ પણ તેમણે કહ્યું હતું.
બીએઆઈ અને તેના પદાધિકારીઓએ આ માટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રકશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ દ્વારા સામનો કરાતા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેનો ઉકેલ લાવવાનું ગડકરીએ આશ્વાસન આપ્યું હતું.
સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગ માટે નિયામક' સ્થાપવાની માગણી ઉપરાંત બીએઆઈ દ્વારા સરકારી કૉન્ટ્રેક્ટસ સામે બિલોની વહેલી પતાવટ કરવા, જીએસએટીનો અમલ સુચારુ બનાવવા, રોયલ્ટી પેમેન્ટનું ધ્યાન રાખવા અને લવાદના આદેશોની અમુક ટકાવારી છૂટી કરવાની માગણી પણ કરવામાં આવી હતી.'
ગડકરીએ કહ્યું કે તેમણે આ અંગે વડા પ્રધાન સાથે પણ ચર્ચા કરી છે. આ જ રીતે સિમેન્ટ ઉદ્યોગ નફાખોરી માટે શોષણ કરીને સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે, અને જો વડા પ્રધાન દેશને પાંચ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માંગતા હોય તો સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગમાં કાર્ટેલબાજીથી કશું પણ હાંસલ નહીં થાય, એમ તેમણે જણાવ્યું હતું.'
