ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
મંગળવારે મોદી સરકારને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો. આગામો કોઈ આદેશ ના આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાના અમલ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે જણાવ્યું કે, બીજો કોઈ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું
નોંધપાત્ર વાત એ છે કે ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર બેઠાં છે. છેલ્લા એક મહિના ઉપરથી તેઓ વિરોધ કરી રહ્યા છે. સરકાર સાથે આશરે નવ તબક્કાની વાટાઘાટ છતાં કોઈ પરિણામ આવતું દેખાતું નથી.