ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી પાવરફૂલ પાસપોર્ટ ગણાય છે. કારણકે એના ધારકને દુનિયાના 191 દેશમાં સીધી એન્ટ્રી છે. મતલબ કે તમે ટિકિટ અને પાસપોર્ટ લઈ બેસી જાઓ. જે તે દેશના એરપોર્ટ પર તમને વિઝા મળી જશે. જ્યારે ભારત ટોપટેનમાં પણ નથી. વિઝા વગર ક્યાં ક્યાં દેશમાં પ્રવેશ મળે તેના આધારે આ રેન્કિંગ નક્કી થાય છે.
ભારતના નાગરિકો 58 દેશોમાં અગાઉથી વિઝા મેળવ્યા વગર જઈ શકે છે. 110 દેશોના લિસ્ટમાં અફઘાનિસ્તાન છેલ્લા ક્રમે છે. લિસ્ટમાં કુલ 110 દેશો છે, પાકિસ્તાનનો ક્રમ 107મો, ચીનનો ક્રમ 75મો, નેપાળનો 104મો, શ્રીલંકાનો 100મો ક્રમ જોવા મળ્યો હતો. અમેરિકન નાગરિકોને 185 દેશોમાં પ્રવેશ મળે છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે, જેમાં ક્યા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે, એ રજૂ કરવામાં આવે છે. આ વખતના લિસ્ટ પ્રમાણે ફરીથી જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો છે.
સામાન્ય રીતે વિદેશમાં જવા પહેલા વિઝાની જરૂર પડતી હોય છે. ઘણા દેશોના પરસ્પર સારા સબંધોના કારણે 'વિઝા ઓન એરાઈવલ' એટલે કે એરપોર્ટ પર આગમન વખતે વિઝા આપવાની સુવિધા મળે છે. આ સુવિધા તથા અન્ય શરતોના આધારે પાસપોર્ટની ક્ષમતા નક્કી થાય છે. આ લિસ્ટમાં ભારતનો ક્રમ 85 મો છે. જ્યારે ભારતના નાગરિકો વિઝા વગર 58 દેશોમાં પ્રવાસ કરી શકે છે.
સૌથી પાવરફૂલ પાસપોર્ટ
ક્રમ દેશ પ્રવેશ
1 જાપાન 191
2 સિંગાપોર 190
3 દક્ષિણ કોરિયા 189
4 જર્મની 189
5 ઈટાલી 188
6 ફિનલેન્ડ 188
7 સ્પેન 188
8 લક્ઝમબર્ગ 188
9 ડેન્માર્ક 187
10 ઓસ્ટ્રીયા 187
