ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 જાન્યુઆરી 2021
રેલ્વે મંત્રાલયે ટ્રેનની ટિકિટ કેન્સલેશન અને રિફંડને લઈને મોટી જાહેરાત કરી છે. રેલવેએ કાઉન્ટર ટિકિટ રદ્દ કરવા અને તેના પર ક્લેમ રિફંડની સમય સીમા 6 મહિનાથી વધારીને 9 મહિના કરી દીધી છે. રેલ્વે મંત્રાલયે આ નિર્ણય કોરોનાથી થતાં સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીથી રેલવેએ લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરી દેતા ટીકીટ રીફંડ માટે છ મહિનાનો સમય જાહેર કર્યો હતો.

રેલ્વે મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, રેલવે દ્વારા કરવામાં આવેલી આ ઘોષણા માત્ર રદ કરાયેલ નિયમિત શેડ્યૂલ ટ્રેનો પર લાગુ થશે. જો તમે ટિકિટ જાતે જ રદ કરી છે અથવા જો ટિકિટ અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવી છે, તો તે તેના પર લાગુ થશે નહીં. સાથે આ નિયમ ફક્ત તે જ કાઉન્ટર ટિકિટો પર લાગુ થશે જેમની યાત્રાની તારીખ 21 માર્ચ 2020 થી 31 જુલાઈ 2020 ની વચ્ચે હતી.
નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણનેને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ રિફંડના નિયમોમાં પહેલાથી ફેરફાર કરી દીધો હતો. કેન્સલ ટ્રેનો પરત મેળવવા માટે ભારતીય રેલ્વે દ્વારા કાઉન્ટર ટિકિટ એકત્રિત કરવા છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. કોરોના પહેલાંના નિયમ મુજબ, જો કાઉન્ટર ટિકિટ ફક્ત ત્રણ દિવસમાં જ સબમિટ કરવાની હોય, તો રિફંડનો દાવો કરી શકાય છે.