ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021
રાધાકિશન દામાણી, અબજોપતિ રોકાણકાર અને D Mart ના સ્થાપકએ કેડબરી પાસેથી 8-એકરનો જમીનનો પ્લોટ ખરીદયાના સમાચાર વહેતાં થયા છે. થાણે પાસે Mondelez ભારતને આ માટે લગભગ રૂ. 250 કરોડ ચૂકવાયા છે. એમ સુત્રોનું કહેવું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લોટ થાણેના મુખ્ય વિસ્તાર પોખરણ રોડ-1 પર સ્થિત છે. વર્તમાન વિકાસના નિયમોને જોતાં આ પ્લોટમાં લગભગ 1 મિલિયન ચોરસફૂટ જેટલી જમીન પર કુલ વિકાસ કરી શકાશે એમ મનાય છે.
એક વ્યક્તિએ કહ્યું, "આ સોદો એકદમ પ્રારંભીક તબક્કે છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. આ પ્લોટમાં કેટલાક ભાગ પર રિટેલ બાંધકામ થશે અને મેટ્રો સ્ટેશનની નિકટતાને ધ્યાનમાં રાખીને ઘરો પણ બનાવાશે. આમ મિશ્રિત ઉપયોગ માટે પ્રોજેક્ટનો વિકાસ થશે."
આ પહેલીવાર નથી જ્યારે ડી-માર્ટ રિટેલ ચેન ચલાવતા રાધાકૃષ્ણ દમાણી એ રીઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય. 2019 માં, તેણે બોરીવલી (પૂર્વ) નજીક 8.8 એકર જમીન 500 કરોડમાં ખરીદી હતી.