ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021
અમેરિકામાં વાયરલ થયેલી એક ઓડિઓ ટેપથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. ટેપમાં થયેલી વાતચીત દર્શાવે છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી અધિકારીઓને દબાણ કર્યું છે કે તેઓ ચૂંટણી પરિણામોને બદલે. ટેપ બહાર આવ્યા બાદ આ કેસની તુલના વોટરગેટ કેસ સાથે કરવામાં આવી રહી છે.
ટ્રમ્પ દ્વારા જ્યોર્જિયાના રાજ્ય સચિવ અને રિપબ્લિકન નેતા બ્રાડ રેફેન્સપર્ગરને બોલાવવામાં આવ્યાં હતા. ઓડિયોમાં ખુલાસો થયો છે કે ટ્રમ્પે બ્રેડ પર ચૂંટણી પરિણામો બદલવા માટે દબાણ કર્યું હતું. ટેપ બોલતાં સંભયાળ છે કે, " મને ફક્ત 11,780 મતોની જરૂર છે. અમારી પાસે બાઈડન કરતાં વધારે મતો છે."
જ્યોર્જિયાના ચૂંટણી પરિણામો બાદ ટ્રમ્પે ઘમકીના સ્વરમાં બ્રોદને કહ્યું કે, "જો તમે મારું કામ નહીં કરો તો ગંભીર પરિણામોની ભોગવવા પડશે." નોંધનીય છે કે, ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન જ્યોર્જિયા રાજ્યમાંથી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. જ્યા ટ્રમ્પે જીતવા માટે તમામ જોર લગાવ્યું હતું.
બિડેનને યુનાઇટેડ સ્ટેટ્સના 50 રાજ્યોમાં 306 મતો મળ્યા હતાં. જ્યારે ટ્રમ્પને 232 મતો મળ્યા. અમેરિકામાં ઈલેક્ટોરલ ક કોલેજને પ્રમુખ પદની ચૂંટણી જીતવા માટે 270 મતોની જરૂર હોય છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ ટ્રમ્પે હાર સ્વીકારવાની ના પાડી દીધી હતી.
હવે જ્યારે ઓડિઓ ટેપ વાયરલ થયો છે, ત્યારે રાજકીય આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ વાયરલ ઓડિઓ ટેપથી યુનાઇટેડ સ્ટેટ્સમાં એક નવું રાજકીય વાવાઝોડું સર્જાય તેવી સંભાવના છે.