ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01જાન્યુઆરી 2021
એક મહિલાને પોતાના પર બળાત્કાર થયાની ખોટી પોલીસ ફરિયાદ કરવી ભારે પડી છે. દિલ્હી કોર્ટે પોલીસ ફરિયાદ નોંધાવનાર એ મહિલા સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. બળાત્કારના કાયદાનો દુરૂપયોગ કરવા બદલ હવે વિશેષ અદાલત કાર્યવાહી કરશે.
અદાલતે અવલોકનમાં જાણ્યું કે "ફરિયાદી દ્વારા થયેલા આ કેસમાં રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી ને નિર્દોષ છોડ્યો છે. અને જણાવ્યું કે આરોપી ખુદ ખોટા કેસનો ભોગ બન્યો છે.
તેથી, કોર્ટના અભિપ્રાય મુજબ, મહિલા વળતરની હકદાર નથી થતી. અદાલતે જણાવ્યું હતું કે, "ફરિયાદી પક્ષે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને જાણી જોઈને ખોટા કેસ દાખલ કર્યા છે, તેથી તેણી સામે આઈપીસીની કલમ 182 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે."
2014 માં, મહિલાએ તેના પડોશમાં રહેતો અને ભાઈના મિત્ર વિરુદ્ધ એક કેસ નોંધાવ્યો હતો. તેના કહેવા મુજબ, તેણી અને તેના મિત્ર બંને હંમેશાં એક બીજાના ઘરોની મુલાકાત લેતા હતા. આ ઘટના કથિત જાન્યુઆરી, 2013 માં બની હતી જ્યારે મહિલા ઘરે એકલી હતી, તેણે કહ્યું કે તે શખ્સ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને આ બનાવનો MMS બનાવ્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુવક તેને બ્લેકમેલ કરી રહ્યો હતો.
પરંતું તપાસમાં જાણવા મળ્યું કે યુવતી લગ્ન પહેલા આરોપી યુવકને ઓળખતી હતી અને તેણે તેની સાથે સર્વસંમતિથી સેક્સ કર્યું હતું. પરંતુ આ ઘટનાની જાણ તેના પતિને થઈ જતાં મહિલાએ પોતાને બચાવવા માટે યુવક વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હતી..
