ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
નવા વર્ષને ધ્યાનમાં રાખી પૂના શહેરમાં કાયદો અને સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા ખાસ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. નવા વર્ષની પાર્શ્વભૂમિ પર પોલીસે શહેરભરમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી અને 443 ગુનેગારોને પકડ્યા છે.
પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાના વડપણ હેઠળ આખા પૂના શહેરમાં બુધવારની રાત્રે સાડા ત્રણ વાગ્યાથી લઈ વહેલી સવાર સુધીમાં 2893 ગુનેગારોની કુંડળી તપાસવામાં આવી હતી. જેમાંથી 756 ગુનેગારો હોવાનું સામે આવ્યું હતું. પૂના શહેરમાં ફરતાં દેખાતા અને નિયમોનું ઉલ્લંઘન કરતાં જણાતા 16 તડીપારની ધરપકડ કરી છે.
બીજી બાજુ શંકાસ્પદ રીતે રખડતા જણાતા 28 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એનડીપીએસ હેઠળ 7લાખ 56 હજાર નું એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું સાથે જ ચોરીના 8 વાહનો પણ પકડવામાં આવ્યા છે. ઉપરાંત બે લાખ 51 હજાર ના ગેરકાનૂની રીતે વેચાતા ગુટકાનો પણ પોલીસે જપ્ત કર્યા છે.. આમ પુણે પોલીસએ એક જ રાતમાં મોટાભાગન આરોપીઓ ને પકડીને સપાટો બોલાવી દીધો છે.