ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
માસિક રૂા. ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ભરવાપાત્ર બનતા જીએસટીની (GST)રકમમાંથી એક ટકા રકમ ફરજિયાત રોકડેથી ભરવી પડશે. બોગસ ઇન્વોઈસના માધ્યમથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની (GST)કરવામાં આવી રહેલી ચોરીને ડામવા માટે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે કલમ ૮૬ બી દાખલ કરીને અત્યાર સુધી કોઈપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે… આમ આ પગલું લઈને સરકાર જે વેપારીઓએ તેમની જીએસટીની જવાબદારી અદા જ ન કરી હોય તેવા વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા પર લગામ તાણવામાં આવી છે.
જોકે આ નિયમ હેઠળનું નિયંત્રણ જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કે કોઈપણ પાર્ટનરે રૂા. ૧ લાખથી વધુ રકમનો ઇન્કમટ ટેક્સ જમા કરાવ્યો હોય અથવા તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિએ કે પછી વેપારીઓ રૂા. ૧ લાખથી વધુ રકમની રિફંડ આગળના નાણાંકીય વર્ષમાં મેળવ્યું હશે તેમને પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહિ.
