ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
નવા વાયરસનું પગેરું હોવી દક્ષિણ આફ્રિકા સુધી પહોંચ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનું વધુ એક ઘાતકી સ્ટ્રેન જોવા મળ્યો છે. ચોંકાવનારા સમાચાર મુજબ દક્ષિણ આફ્રિકાથી બ્રિટન પહોંચ્યા છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હૈનકૉક એ માહિતી આપી હતી કે, દક્ષિણ આફ્રિકાથી મુસાફરી કરીને આવેલા લોકોના સંપર્કમાં આવનારામાં કોરોના વાયરસનું નવું વર્ઝન સામે આવ્યું છે. આ ઘટના બાદ છેલ્લાં બે સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાથી આવનાર તમામ લોકોને સ્વયં આઇસોલેટ થવા માટે કહેવામાં આવ્યું છે.
કોરોનાનું વર્ષ ગણાતું 2020 પૂરું થવા પર છે. ત્યારે કોરોના વાયરસ હવે એન્ટાર્કટિકા ખંડ સુધી પહોંચી ગયા છે. બ્રિટનમાં કોરોનાના નવા ઝડપી ફેલાવા બાદ હવે વાયરસનો બીજો નવો સ્ટ્રેન સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે નવા વાયરસ બ્રિટનની સાથે દક્ષિણ આફ્રિકામાં પણ ઝડપથી રોગચાળો ફેલાવી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કદાચ આ જ કારણોસર દેશને કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે કોરોના વાયરસની નવી સ્ટ્રેન પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે.
નવા વાયરસને કારણે યુરોપિયન દેશોમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. બ્રિટન એક ખ્રિસ્તી દેશ છે અને અહીં નાતાલ અને નવા વર્ષ પહેલા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે વિપક્ષે બોરિસ જ્હોનસન સરકાર પર નિશાન સાધી કહ્યું કે, સરકારે વૈજ્ઞાનિક રીતે પ્રતિબંધો મૂકવા જોઇએ નહીં કે પોતાની ખામીઓ છુપાવાનાના હેતુથી. જ્યારે બ્રિટિશ લોકો આ કારણે સૌથી મોટો તહેવાર ના ઉજવી શકવાના કારણે નારાજ છે.