ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
21 ડિસેમ્બર 2020
મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓને બિલ્ડર દ્વાર ઘરનો કબજો આપ્યા છતાં જમીનના અને બિલ્ડીંગના અકો સોસાયટીને હસ્તાનતરીત કરવામાં આવતાં નથી. પરંતુ બીલ્ડરો અને ડેવલોપરની આવી મનમાની ચાલશે નહીં. હવે આ લોકોને સરકાર દ્વારા 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે. આ 15 દિવસમાં હાઉસિંગ સોસાયટીના ટાઉટલ ક્લિયર કરી આપવા પડશે.
સરકારે રાજ્યભરના તમામ ડેપ્યુટી રજિસ્ટ્રરોને પાઠવેલાં આદેશ પત્રમાં સ્વીકાર્યું છે કે આ યોજના શરૂ થઈ ત્યારથી ખૂબ જ ઓછી સોસાયટીઓની અરજી પ્રાપ્ત થયી છે. આથી આ ડ્રાઇવ 1 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે. હાઉસિંગ સોસાયટીઓ કે જે કન્વેનન્સ મેળવવા ઇચ્છે છે તે આ ખાસ ડ્રાઇવ દરમિયાન અરજી કરી શકે છે, તેમ પરિપત્રમાં જણાવ્યું છે.
સહકારી મંડળીઓના રહેવાસીઓ અને વપરાશકારો એસોસિએશનના પ્રમુખ એડ્વોકેટ ના જણાવ્યા મુજબ, એકવાર સહકારી મંડળીની રચના થઈ જાય, ત્યારે બિલ્ડરે છ મહિનાની અંદર જમીન અને મકાનના ટાઈટલ હક્કો સોસાયટીને સોંપી દેવાં પડે છે. જો કે, કેટલાક દાયકાઓથી બિલ્ડરો આમ કરવામાં નિષ્ફળ ગયા છે.
સરકારે 2012ના ડીમ્ડ કન્વેન્સ મુજબ હાઉસિંગ સોસાયટીઓ, જ્યારે બિલ્ડર કન્વેન્સ ડીડને અમલમાં મૂકવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે ડેપ્યુટી રજિસ્ટ્રારનો સંપર્ક કરી શકે છે.
જો કે, અમલદારશાહી દ્વારા અવરોધો ચાલુ રહે છે. એડવોકેટે કહ્યું કે જ્યારે ઘણી બિલ્ડિંગો હોય છે ત્યારે વિકાસકર્તાઓ કન્વેન્સને વ્યક્તિગત મકાનોને બદલે હાઉસિંગ સોસાયટીના ફેડરેશનમાં સ્થાનાંતરિત કરવા આગ્રહ રાખે છે. આથી જો પ્રોજેક્ટ પૂર્ણ ના થાય તો બિલ્ડરો અવરોધ ઉભા કરી વધારાની એફએસઆઇ અને ટીડીઆર મેળવી શકે. જેથી વધુ નફો કમાઈ શકે. આ ગેરકાયદેસર પ્રથાને રોકવા માટે, સોસાયટીઓને ડીમ્ડ કન્વેઇન્સ મળે તે માટે જ સરકારે એક વિશેષ કાયદો લાગુ કર્યો છે.
નોંધનીય છે કે, ડીમ્ડ કન્વેન્સ એ એક દસ્તાવેજ છે જે હાઉસિંગ સોસાયટીઓના નામે જમીન અને મકાનના શીર્ષકને સ્થાનાંતરિત કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. કન્વેન્સ એ એક પ્રક્રિયા છે જેમાં જમીનની માલિકી કે જેના પર આ સોસાયટી બનાવવામાં આવી છે તે હાઉસિંગ સોસાયટીઓમાં સ્થાનાંતરિત થાય છે.