ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020
કોંગ્રેસ નેતા જયરામ રમેશે માનહાનિના કેસમાં શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલના પુત્ર વિવેક ડોવલની માફી માંગી છે. માફી માંગતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'મેં વિવેક ડોવલ સામે ચૂંટણી સમયે જે નિવેદન આપ્યું હતું, તે મેં પછી જોયું. ચૂંટણીના સમયે મારાથી ભૂલમાં વિવેક વિરુદ્ધ આરોપો લગાવાઈ ગયાં હતાં. એમ પૂર્વ મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું.'
નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસના નેતાએ ગયા વર્ષે 'કેમેન આઇલેન્ડ' સ્થિત હેજ ફંડ કંપની વિશે કારવાં મેગેઝિનમાં મોટો ખુલાસો કર્યો હતો. આ ઘટસ્ફોટમાં, તેમણે આક્ષેપો કર્યા હતા કે, વિવેક ડોવલની કંપનીએ ડિસેમ્બલીટી કંપનીમાં કાળા નાણાંનું રોકાણ કર્યા બાદ પોતાના પૈસા વ્હાઇટ કર્યા હતાં. કોંગ્રેસી નેતા જયરામ રમેશના આ બયાન સામે વિવેક ડોવલે માનહાનિનો દાવો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે મેગેઝિનના લેખમાં જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે વિવેક ડોવલ 'કેમેન આઇલેન્ડ્સ' માં હેજ ફંડ ચલાવે છે, તે ટાપુ કરચોરો માટે સ્વર્ગ સમાન છે. તે જ સમયે, એક સમાચાર એજન્સી અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલના પુત્ર વિવેક ડોવલે કોંગ્રેસના નેતાની કોર્ટમાં આપેલી લિખિત માફીને સ્વીકારી છે. પરંતુ મેગેઝીન ઉપરનો કેસ ચાલુ રહેશે એમ જણાવ્યું છે.
