ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
દિલ્હી બોર્ડર પર કૃષિ આંદોલન તેજ બની રહ્યું છે. સરકારે પોતાના તરફથી બનતાં ઘણાં પ્રયત્ન કર્યા છે પરંતુ ખેડૂતો હટ લઈને બેઠા છે કે સરકાર નવો કાયદો પરત ખેંચી લે. આ અંતર્ગત આજે દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડરની રેડ લાઈટ પર બેસીને ટ્રાફિક અવરોધવા બદલ, વિરોધ કરી રહેલા ખેડૂતો સામે એફઆઈઆર નોંધી છે.
એફઆઈઆરમાં, રોગવિષયક અધિનિયમ અને અન્ય કલમો હેઠળ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓ સામાજિક અંતરને અનુસરતા નથી. આ ખેડુતો 29 નવેમ્બરના રોજ લંપુર બોર્ડરથી બળજબરીથી દિલ્હીની બોર્ડરમાં ઘૂસી આવ્યા હતા અને સિંઘુ બોર્ડરની રેડ લાઈટ પર ધરણા પર બેઠા હતા, ત્યારબાદથી ખેડુતો આવા રસ્તાઓને અવરોધીને બેઠા છે.
સિંઘુ બોર્ડર પર છેલ્લા 15 દિવસથી ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આજે તેમના આંદોલનનો 16 મો દિવસ છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ બધી બેઠકો અનિર્ણિત છે. હવે ખેડૂત સંગઠનોએ 14 ડિસેમ્બરથી દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. આવતી કાલે એટલે કે 12 ડિસેમ્બરે, દિલ્હી-જયપુર હાઇવે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતોએ તમામ ટોલ પ્લાઝા કબજે કર્યા છે.
ખેડુતોને ડર છે કે નવા કાયદાની આડમાં તેમના પાક ઓછા ભાવે ખાનગી ક્ષેત્ર ખરીદી શકે છે. આ ઉપરાંત, MSP એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ ની માંગ કરી રહયાં છે. અહીં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે ખેડૂત કાયદો પાછો ખેંચશે નહીં. કારણકે આ નવા કાનૂન ખેડૂતોના હિતમાં હોવાથી જ કાયદામાં સુધારો કર્યો છે. પરંતુ હાલ વીપક્ષઓ ખેડૂતોને ભડકાવી રહયાં છે. એવો આરોપ પમ મુક્યો છે.