ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
ખુરશી મેળવવા તમામ રાજકારણીઓ લાલચુ બની જતા હોય છે. રાજકારણમાં એક બીજાના ઘોર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસે, રાજસ્થાન જિલ્લા પરિષદ ચૂંટણીમાં પ્રમુખ પદ મેળવવા, ત્રીજી પાર્ટીના એક ઉમેદવારને રોકવા હાથ મિલાવ્યા છે. ડુંગરપુર જિલ્લામાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) દ્વારા ઉભા કરવામાં આવેલાં ઉમેદવારને પોતાના માટે ખતરો માની બન્ને પાર્ટીઓ સાથે આવવાનો નિર્ણય લીધો..
આનું કારણ છે જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીટીપીએ 27 અપક્ષ ઉમેદવારોનું સમર્થન કર્યુ હતું, જેમાંથી 13એ જીત મેળવી હતી. જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને 6 બેઠક મળી હતી. એવામાં જિલ્લા પ્રમુખ પદ પર બીટીપીના જીતવાની સૌથી વધુ તક હતી. જ્યા બીટીપી સમર્થિત તમામ 13 જિલ્લા પરિષદ સભ્યોએ પોતાના ઉમેદવાર પાર્વતી ડોડાને સમર્થન આપ્યુ હતું, બીજી તરફ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સૂર્ય અહરીના પક્ષમાં મત આપ્યો હતો, જેથી બીટીપીને જિલ્લા પ્રમુખ પદ પર પહોચતા રોકી શકાય.
જિલ્લા પરિષદના પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસના કારણથી સુર્યા ને 14 વોટોની સાથે બહુમત મળી. જ્યારે તેમની વિરુદ્ધ ઉભેલી બીટીપી સમર્થિત પાર્વતી ડોડા એક વોટથી પાછળ રહી છે. બીટીપીના સંસ્થાપક છોટાભાઈ વસાવાએ ટ્વીટ કરી રહ્યું કે "બીટીપી નેક છે. એટલા માટે કોંગ્રેસ ભાજપ એક છે." પીએમ મોદી અને સીએમ ગહેલોત પર પ્રહાર કરતા કહ્યું કે, નવા સંગઠન માટે અભિનંદન. ઉલ્લેખનીય છે કે બીટીપીના રાજસ્થાનના ડુંગરપુરથી બે ધારાસભ્યો છે, જે રાજ્યમાં ગહેલોત સરકારને સમર્થન આપે છે…