ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
આઇફોન એક રશિયન મોડેલની પીડાદાયક મૃત્યુનું કારણ બન્યું. આ મોડેલે બાથટબમાં નહાતી વખતે તેનો ફોન ચાર્જિંગ પર મૂક્યો હતો. આ દરમિયાન ફોન તેના હાથમાંથી સરકીને પાણીમાં પડી ગયો હતો અને તીવ્ર ઇલેક્ટ્રિક શૉકને કારણે તેનું બાથટબમાં જ મોત નીપજ્યું હતું.
એક અહેવાલ મુજબ 24 વર્ષીય મોડેલ ઓલેસા સેમેનોવા પોતાના એક મિત્ર સાથે રહેતી હતી. મંગળવારે તેનો મિત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે ઓલેસા ઘરની બહાર નીકળી ગઈ છે. પરંતું, બાથરૂમમાં પ્રવેશતાની સાથે જ તેના હોશ ઉડી ગયા. 'ઓલેવા સંપૂર્ણ નિસ્તેજ હતી અને તેના શ્વાસ થંભી ગયાં હતાં. હું ભયભીત થઈ ગયો અને પોલીસને બોલાવી. જ્યારે મેં તેને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો. નીચે જોયું તો તેનો ફોન પાણીમાં પડેલો હતો અને હજુ પણ ચાર્જ થઈ રહ્યો હતો.' એમ તેના મિત્રએ જણાવ્યું.
ઓલેવાનું મોત ઇલેકટ્રીક શોકને કારણે થયું છે. ઓલેવાએ ફોન ચાર્જિંગ માટે જે સોકેટનો ઉપયોગ કર્યો હતો તે મુખ્ય લાઇન હતી અને તેનો આઇફોન -8 પાણીમાં પડ્યો હતો. ઓલેવા બાથટબમાં બેસતી વખતે ઘણીવાર વિડિઓઝ બનાવતી હતી અને આ ઘટના, કદાચ આ સમય દરમિયાન બની હતી. એવી પોલીસ પૂછપરછમા જાણવા મળ્યું છે.