ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 ડિસેમ્બર 2020
35 વર્ષ બાદ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક આકાર લઈ રહી છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટ ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેમણે શુક્રવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ના વડા આર.એ.રાજીવ સાથે એમટીએચએલ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત પણ લીધી હતી.
એકનાથ શિંદેએ કહ્યું કે, અમને આશા છે કે આ પ્રોજેક્ટ ઑક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે મુંબઈ, નવી મુંબઈ, પુણે અને રાયગઢના લોકો માટે ફાયદાકારક રહેશે.
એમએમઆરડીએના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો હેતુ આઇલેન્ડ શહેરને, મેઇનલેન્ડ (નવી મુંબઇ) અને નવી મુંબઈ ક્ષેત્રમાં વિકાસ વચ્ચેના જોડાણમાં સુધારો કરીને ટાપુ શહેરના આવાગમનને સરળ બનાવવાનો છે.
એમએમઆરડીએએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટનું અમલીકરણ હાથ ધર્યું છે, જે મુંબઈની બાજુની સેવરીને નવી મુંબઈ સાથે જોડેશે. આમ વર્ષોથી જેવી રાહ જોવાતી હતી એવો મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક ટૂંક સમયમાં જ હકીકત બનશે જેનાથી નવી મુંબઈના લોકોને ટ્રાફિકમા રાહત મળશે..
