ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020
કોટક વેલ્થના સહયોગથી હુરુન ઈન્ડિયાએ એક સ્ટડી કરીને ભારતની 100 સૌથી અમીર મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે. આ લિસ્ટમાં સામેલ મહિલાઓની કુલ સંપતિ 2.72 લાખ કરોડ રૂપિયા છે. જેમાં HCL ટેકનોલોજીસની ચેરપર્સન 38 વર્ષની રોશની નાડર મલ્હોત્રા સૌથી અમીર ભારતીય મહિલા છે. જ્યારે ટોપ-100 લિસ્ટમાં ગુજરાતની ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સામેલ 38 મહિલાઓની પાસે 1000 કરોડ રૂપિયા કે તેનાથી વધુ સંપતિ છે. આ લિસ્ટમાં સામેલ મહિલાઓની સરેરાશ ઉંમર 53 વર્ષ છે.
આ છે 10 સૌથી અમીર ભારતીય મહિલાઓ..
રેન્ક નામ કુલ સંપત્તિ કંપની શહેર
(કરોડ રૂપિયા)
1 રોશની નાડર 54,850 HC ટેકનોલોજીસ નવી દિલ્હી
મલ્હોત્રા
2 કિરણ 36,600 બાયોકોન બેંગલુરુ
મજૂમદાર-શો
3 લીના ગાંધી 21,340 USV મુંબઈ
તિવારી
4 નીલિમા 18,620 દિવિસ લેબોરેટરીઝ હૈદરાબાદ
મોટાપાર્ટી
5 રાધા વેમ્બુ 11,590 જોહો ચેન્નાઈ
6 જયશ્રી 10,220 અરિસ્ટા નેટવર્ક્સ સન ફ્રાન્સિસ્કો
ઉલ્લસ
7 રાનૂ મુંજાલ 8,690 હીરો ફિનકોર્પ નવી દિલ્હી
8 મલિકા 7,570 એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ વડોદરા
ચિરાયુ અમિન
9 અનુ આગા એન્ડ 5,850 થર્મેક્સ પુના
મેહર પુદુમજી
10 ફાલ્ગુની નાયર 5,410 નયકા(Nykaa) મુંબઈ
એન્ડ ફેમિલિ