શિરડી સાંઈબાબા મંદિર ડ્રેસ કોડનો વિવાદ વકર્યો… જો વાંધો ઉઠાવ્યો તો તૃપ્તિ દેસાઈનું મોઢું કાળું કરવામાં આવશે.. જાણો આવી ધમકી કોણે આપી…

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

03 ડિસેમ્બર 2020 

હજી ગઈ કાલે જ શિરડી સાંઈ બાબા મંદિર ટ્રસ્ટે ભક્તો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે જે મુજબ ભારતીય ડ્રેસમાં જ દર્શનાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવશે. 

હવે ભક્તોના વસ્ત્રોને લઈ સાંઇ સંસ્થાન અને સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઇ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. તૃપ્તિ દેસાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મંદિરમાં પૂજારીઓ અર્ધ નગ્ન ફરતા હોય છે. તો ભક્તોનાં કપડાં ઉપર કેમ પ્રતિબંધ? 

તૃપ્તિ દેસાઇના આ વિરોધ સામે હવે શિવસેના દ્વારા સીધી ચેતવણી આપવામાં આવી છે. આગાઢી મહિલા પાંખે ધમકી આપી છે કે, જો તમે શિરડી આવીને સ્ટંટ કરશો તો તમને શિવસેનાની શૈલીમાં જવાબ આપવામાં આવશે અને તમારું મોઢું કાળું કરવામાં આવશે. આમ હવે આ મામલો જુદો વળાંક લઇ રહ્યો છે. 

@- આ આખો કેસ શું છે.. ? 

લોકડાઉનમાં બાદ મહારાષ્ટ્ર માં મંદિરો ખોલવાની પ્રશાસને છુટ આપી છે. અને દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. હવે શિરડી સાંઈ મંદિરની મુલાકાત લેતી વખતે ભારતીય પોશાક પહેરવા જોઇએ. ચુસ્ત કપડા પહેરીને મંદિર ન આવવાની અપીલ જારી કરી હતી. સાંઈ બાબા મંદિરની આજુબાજુમાં પણ આવું જ લખેલી તકતીઓ મુકવામાં આવી છે. 

સાંઈ સંસ્થાની અપીલ પર બોલતા તૃપ્તિ દેસાઈએ કહ્યું હતું કે આવી તકતી મૂકવી એ ભારતીય બંધારણનું અપમાન છે. “દેશભરમાંથી ભક્તો શિરડીના સાંઇ બાબા મંદિરે આવે છે. આ ભક્તો જુદી જુદી જાતિના છે. શિરડી સંસ્થાએ મંદિર પરિસરમાં એક બોર્ડ લગાવ્યું છે, જેમાં ભક્તોને નમ્ર વસ્ત્રો પહેરવાનું કહ્યું છે. ભારતનું બંધારણ છે. બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિને પૂરી પાડે છે..  તેથી શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે અને તૃપ્તિ દેસાઈને ચેતવણી આપી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More