ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020
કોરોનામાંથી સાજા થયા બાદ પણ ફરીથી કોરોનાના લક્ષણો જોવા મળે તેવુ બની રહ્યુ કહહે. હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ પણ ખૂબ કાળજી લેવી જરૂરી છે. જે માટે કેન્દ્રના હેલ્થ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી ચુસ્ત અમલ કરવા જણાવ્યુ છે, કેમકે કોરોનામાંથી બહાર આવેલા દર્દીને વધુ સતર્ક રહેવાની જરૂર હોય છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આરોગ્ય સેવાઓનો જનરલ (ઇએમઆર વિભાગ) દ્વારા પોસ્ટ COVID મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે.
1-) કોરોનાના દર્દીએ સાજા થયા બાદ શુ કરવુ??
જેમાં વ્યક્તિગત સ્તરે માસ્ક પહેરવુ, હાથ નાક ગળુ સ્વચ્છ રાખવા, સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ, રૂમાલથી નાક સાફ કરવા, પૂરતા પ્રમાણમાં ગરમ પાણી પીવો અને આયુષ દવાને પ્રોત્સાહન આપતી રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી દવા લેવી જરૂરી છે.
2-) જો તબિયત સારી હોય તો ઘરનાં નિયમિત કામ કરવાં જોઈએ પરંતુ ઘર બહાર જવાના , ધંધા વ્યવસાયિક કે નોકરીઓના કાર્ય ધીમે ધીમે ફરીથી શરૂ કરવા..
૩-) હળવા કે મધ્યમ વ્યાયામ કરવા શ્ર્વાસની કસરત, યોગ આસન, પ્રાણાયામ અને ધ્યાનની દૈનિક પ્રેક્ટિસ કરવી તે પણ થાક ન લાગે તેટલા પ્રમાણમા અને ડોક્ટર સુચવે તેટલુ જ કરવુ જોઇએ..
4-) દરરોજ સવાર અથવા સાંજ શક્તિ મુજબ ખુલ્લી, ચોખ્ખી હવામા આરામદાયક ગતિએ વોકીંગ કરવુ જરૂરી, ઢીલા કપડાં પહેરવા, સાથે સાથે સંતુલિત,તાજો આહાર લેવો, પુરતી ઉંઘ અને આરામ જરૂરી છે. તથા ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળવુ જોઇએ
5-) શારીરીક તપાસણી કરવી ખૂબ જ જરૂરી. અવારનવાર તાપમાન, બ્લડ પ્રેશર, બ્લડ સુગર (ખાસ કરીને, ડાયાબિટીસ હોય તો), પલ્સ ઓક્સિમેટ્રી વગેરે (જો તબીબી સલાહ આપવામાં આવે તો) ચેક કરવા અને જો સતત સુકી ઉધરસ , ગળામાં દુખાવો આવે છે કે કેમ તે ચેક કરતુ રહેવુ જોઇએ. નિયમિત વરાળ લેવી, ગરમ પાણીના કોગળા કરતા રહેવું.
6-) ખાસ કરીને ફરીથી જોવા મળતાં લક્ષણોમાં દર્દીઓને થાક લાગે, શરીરમાં દુખાવો થવો, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વગેરે સહિતના વિવિધ ચિહ્નો અને લક્ષણો જોવા મળી શકે છે..
આથી જ કોરોના ફરી ઉથલો ન મારે તે માટે કોરોનાનાં દર્દીઓએ ખૂબ જ કાળજી લેવી જરૂરી છે.
