ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
01 ડિસેમ્બર 2020
• હૈદરાબાદ એ તેલંગાણાનું ગ્રોથ-એન્જિન છે, રાજ્યની રાજગાદી સુધી જવાનો રસ્તો હૈદરાબાદથી પસાર થાય છે.
• હૈદરાબાદ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશ એ બંને રાજ્યની રાજનીતિમાં પગ પ્રસારી શકાય છે..
• એક મહિના પૂર્વે યોજાયેલી પેટાચૂંટણીમાં TRSના ગઢમાં ગાબડું પાડીને ભાજપે આક્રમક હિન્દુત્વની રણનીતિનો ટેસ્ટ કરી લીધો છે..
• 40 ટકા મુસ્લિમ મતો વહેંચાઈ જાય અને હિન્દુ મતો અકબંધ રહે..
• અહીં રોજગારીનું દર સૌથી ઊંચો છે. દરેક 1000 વ્યક્તિએ 960 લોકો કામ કરે છે. આઈટી, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સનું નેશનલ હબ ગણાતા હૈદરાબાદમાં 1500 જેટલી રાષ્ટ્રીય, વૈશ્વિક કંપનીઓનો કારોબાર છે..
• એકલા હૈદરાબાદમાં વિધાનસભાની 23 બેઠકો આવેલી છે. એકલી મહાનગરપાલિકાનું બજેટ જ 5500 કરોડ રૂ. છે.
• હૈદરાબાદના મુસ્લિમો પર અત્યારસુધી કોંગ્રેસનો પ્રભાવ હતો, જેમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ AIMIM પૂરી રીતે ફાચર મારી ચૂક્યો છે. હવે કોંગ્રેસ અહીં ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.
• સંજયકુમાર તેલંગાણાના ફાયરબ્રાન્ડ અને આક્રમક હિન્દુત્વને સમર્પિત નેતા મનાય છે. આ ચૂંટણીમાં તેમણે ઉગ્ર પ્રચાર કર્યો અને TRC-AIMIMને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા. પરિણામ આવ્યું ત્યારે ભાજપના ઉમેદવારની જંગી બહુમતિથી જીત થઈ. ભાજપને ગત ચૂંટણીમાં મળેલા મતોની ટકાવારી 13.75થી વધીને 37.5 થઈ..
• ચૂંટણી જીતીને શહેરનું નામ હૈદરાબાદને બદલે ભાગ્યનગર કરવાનું પણ ભાજપે વચન આપી દીધું છે. જાહેર સ્થળો પર નમાજ પઢવાની પાબંદી, લાઉડ સ્પીકરની મર્યાદા, જૂના શહેરી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ વગેરે ભાજપના પ્રચાર મુદ્દાઓ છે..
• આમ ભાજપાએ મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી યોગી, શાહ થી લઈને તેજસ્વી સૂર્યા જેવા યુવાન ફાયરબ્રાન્ડ નેતાઓએ આકરી મહેનત કરી પોતાની હાજરી હૈદરાબાદ માં નોંધાવી દીધી છે. હવે 5 ડિસેમ્બર એ પાલિકા ચૂંટણીના પરિણામો પાર બધાની નજર રહેલી છે.