ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 નવેમ્બર 2020
આ વર્ષ નું અંતિમ ચંદ્રગ્રહણ આજે યોજાશે. આ પહેલાં 10 જાન્યુઆરી, 5 જૂન અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ વખતે ગ્રહણ ખાસ રહેશે. કારણ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા (દેવદિવાળી) અને ગુરુ નાનક દેવનો 551મો જન્મદિવસ મનાવાશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર આ ગ્રહણ લગભગ 4 કલાક 21 મિનિટનું રહેશે. ચંદ્રગ્રહણ 1.04 શરૂ થઈને સાંજે 5.22 સુધી રહેશે. આ ગ્રહણ ભારત સહિત અનેક દેશોમાં દેખાશે. જેમકે દેશના પૂર્વ ભાગના કેટલાક લોકો તેને જોઈ શકશે. જોકે દિલ્હી, મુંબઈ સહિત દેશના દક્ષિણ ભાગમાં લોકો આ ચંદ્રગ્રહણને જોઈ શકાશે નહીં.
હિંદુ ધર્મના રીતિ રિવાજ અનુસાર આ સમયે કેટલીક ચીજો અને કામ કરવાની સખત મનાઇ હોય છે. જોકે તે એક ઉપછાયા ચંદ્રગ્રહણ હોવાથી તેનો ખાસ પ્રભાવ રહેશે નહીં પણ તેમ છતાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણો આ સમયે કઈ ભૂલોને ટાળવી યોગ્ય રહેશે.
#ગ્રહણના સમયે કોઈ નવું કે શુભ કામ કરવાની શરૂઆત ન કરવી. જો તમે એમ કરશો તો તમને અસફળતા મળી શકે છે.
#ગ્રહણ સમયે કોઈએ વાળ કે નખ કાપવાં નહીં. કોઈએ મશીન ન ચલાવવું કે સિલાઈનું કામ ન કરવું.
#કોઈ અણીદાર પદાર્થનો ઉપયોગ ચપ્પુ, સોય વગેરેનો ઉપયોગ ન કરવો.
#ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખોરાક ન લેવો જોઈએ. કારણ કે તે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે.
#ગ્રહણના સમયગાળા દરમિયાન શિવલિંગ પર જળ અર્પણ કરો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી ચંદ્રગ્રહણની ખરાબ અસર નહીં પડે.
#ચંદ્રગ્રહણના બાર કલાક અને ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ્યાં સુધી ચંદ્રગ્રહણ પૂરું ન થાય ત્યાં સુધી ખોરાક ન ખાવો જોઈએ. જોકે, બાળકો, દર્દીઓ અને વૃદ્ધો માટે ભોજન પર માત્ર એક કલાક માટે જ પ્રતિબંધ છે.
#ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ તેની છાયા અને પ્રભાવથી બચવું. તેની છાયા ગર્ભસ્થ શિશુ પર પડવાનો ડર રહે છે. આ સિવાય ઘરડાં અને પીડિત વ્યક્તિઓએ બહાર જવાનું ટાળવું.
શું છે ચંદ્રગ્રહણ
સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે. તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જોવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે ચંદ્રમાન ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.