સાવધાન: ઉત્તર પ્રદેશમાં બન્યો લવ જેહાદ વિરુદ્ધ કાયદો.. ખોટી દાનતવાળાઓને થશે 10 વર્ષની જેલ… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020

દેશમાં કોરોના બાદ હાલ વધુ એક મુદ્દો બહુ ચર્ચિત બન્યો છે. લવ જેહાદ અને વટાળ પ્રવૃત્તિ ને રોકવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથની કેબિનેટ દ્વારા એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપતા હોવી આ કાયદો બની ગયો છે. 

શનિવારે જબરજસ્તી અથવા "અપ્રમાણિક" ધાર્મિક રૂપાંતર સામેના વટહુકમને મંજૂરી આપી દીધી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.  ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર કન્વર્ઝન ઓફ રિલિજિન ઓર્ડિનેન્સ, 2020 નો પ્રતિબંધ રાજ્યપાલની મંજૂરીથી બહાર પાડવામાં આવ્યો છે. જેનો ભંગ કરનારાઓને 10 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. તેમજ આવા આંતર ધર્મીય લગ્ન કરનારાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે, નહીં તો લગ્નને "રદબાતલ" જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, તાજેતરના સપ્તાહમાં, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા ભાજપ સંચાલિત રાજ્યોએ લગ્નના વેશમાં હિન્દુ મહિલાઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવાના કથિત પ્રયાસોનો સામનો કરવા કાયદા ઘડવાની યોજના જાહેર કરી છે, જેને પાર્ટીના નેતાઓ વારંવાર 'લવ જેહાદ' કહે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More