ભારતને બહાર કરતા ઘરના દુશ્મનોથી વધુ ખતરો છે.. !? ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2020 રેન્કિંગમાં ભારત 8મા સ્થાને.. વાંચો વિગતવાર..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020 

ગ્લોબલ ટેરરિસ્ટ ઈન્ડેક્સ (GTI) ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દક્ષિણ એશિયાના દેશ ઈરાક પછી આતંકવાદથી સૌથી વધુ અસર અફઘાનિસ્તાન પર પડી છે. જ્યારે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2020 માં ભારત 8 મો ક્રમ ધરાવે છે. સતત બીજા વર્ષે પણ દક્ષિણ એશિયા, આતંકવાદથી સૌથી અસરગ્રસ્ત ક્ષેત્ર રહ્યું છે. જેમાં પણ અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં વધુ વધારો નોંધાયો છે. 

ભારતમાં 2019 માં 558 આતંકવાદી હુમલા નોંધાયા હતા, જેમાં 277 લોકોનાં મોત થયા હતા, અહેવાલ મુજબ  સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોમાંથી અન્ય દેશોની તુલનામાં ભારત સૌથી વધુ આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે, કરણ કે દેશભરમાં ઇસ્લામવાદી, સામ્યવાદી અને ભાગલાવાદી જૂથો સક્રિય છે. 

ભારતમાં 35 સક્રિય આતંકવાદી જૂથો સક્રિય હતા. જેમા "માઓવાદીઓ, ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી અને જૈશ-એ-મોહમ્મદ (જેએમ) એ કુલ મૃત્યુના બે તૃતીયાંશ ભાગ માટે જવાબદાર હતા.  2019મા ભારતમાં, જમ્મુ અને કાશ્મીર સૌથી અસરગ્રસ્ત ક્ષેત્ર હતું. જેમાં 165 હુમલા અને 103 લોકોનાં મોત થયાં હતાં, ત્યારબાદ છત્તીસગઢમા 85 હુમલા અને 53 મૃત્યુ થયાં હતાં. 

2019 માં આતંકવાદથી વૈશ્વિક આર્થિક અસરનો અંદાજ  26.4 અબજ છે. આતંકવાદના આર્થિક પ્રભાવમાં “આતંકવાદના મોત, ઈજાઓ અને સંપત્તિના નુકસાનનો સીધો ખર્ચ, તેમજ પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે. મૃત્યુ, ઇજાઓ, સંપત્તિને નુકસાન અને જીડીપી નુકસાનને ધ્યાનમાં લેવાય છે". વાત કરીએ ક્ષેત્રની દ્રષ્ટિએ, તો આફ્રિકા અને દક્ષિણ એશિયાને સૌથી વધુ આર્થિક અસર થઈ. જે અનુક્રમે 12.5 અબજ ડોલર અને 5.6 અબજ ડોલર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More