ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020
ચીન ભારત વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાન ની ISI ની મદદ કરતું હોવાના આરોપો મુકાયા છે. પરંતુ પ્રથમ વાર ભારતે સબુત પણ શોધી કાઢયાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના નેતૃત્વ હેઠળ કથિત રૂ. 1000 કરોડના હવાલાની શોધ કરી છે.

આ હવાલા મારફત પાકિસ્તાની જાસૂસી નેટવર્કને, ભારતમાં જાસૂસી નેટવર્ક સ્થાપિત કરવા માટે ટેકો આપ્યો હતો. આ રેકેટ દ્વારા ઉભા કરેલા નાણાં આઈએસઆઈને ભારતમાં વિનાશક પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાઇના હવાલા કૌભાંડ મામલે કેસ નોંધ્યો છે. ચીની નાગરિક લ્યુઓ સંગ ઉર્ફે ચાર્લી પેંગ અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002 ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ માટે ચીને વિદેશી રોકાણ અને કેટલીક શેલ કંપનીઓ બનાવી હવાલા દ્વારા રકમ ભેગી કરી હતી. છેલ્લાં 3 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું હતું ,જેમાં તબીબી અને ઇલેક્ટ્રોનિક ચીજો અને અન્ય વસ્તુઓની આયાત અને નિકાસમાં ચીની નાગરિક કરતો હતો.
નોંધનીય છે કે ચાર્લી પેંગનની 2018 માં પણ દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા છેતરપિંડી અને બનાવટીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર ગેરકાયદેસર મની ચેન્જર ચલાવવાનો પણ આરોપ હતો.