ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
27 નવેમ્બર 2020
સદીઓથી રોટી-બેટીનો વ્યવહાર ધરાવતા પાડોશી દેશ નેપાળમાં નવા વડાપ્રધાન ઓલિના આવ્યાં બાદ સંબંધો વણસી ગયા હતાં. પરંતુ હવે, નેપાળ અને ભારત, સરહદના પ્રશ્નોના સમાધાન માટે સંમત થયા છે, પરંતુ બંને દેશોએ સરહદનો કયા ભાગ અંગે સમજુતી થશે તે જાહેર કર્યું નથી.
સવારે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાની કાઠમંડુની મુલાકાત દરમિયાન બંને પક્ષના ઉચ્ચ અધિકારીઓએ સરહદના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને વિવાદના સમાધાન માટે અભિપ્રાયની આપ-લે કરી હતી.
નોંધનીય છે કે, સુસ્તા અને કલાપાનીમાં નેપાળ અને ભારત વચ્ચે કેટલાક જૂના સરહદ વિવાદો છે અને બોર્ડર વર્કિંગ ગ્રૂપ નામની મિકેનિઝમ 2014 થી તેને હલ કરવાના પ્રયાસ કરી રહી છે.
નવેમ્બર 2019 માં નવી દિલ્હી દ્વારા એક નકશો પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેના પગલે બંને પડોશીઓ વચ્ચેનો નવો સરહદ વિવાદ પ્રકાશમાં આવ્યો હતો.
ભારતીય નિર્ણયના વિરોધમાં, નેપાળે આ વર્ષે મે મહિનામાં એક નવો રાજકીય નકશો રજૂ કર્યો, જેમાં ભારતની કેકટલીક જમીન તેના ક્ષેત્ર હેઠળ બતાવી હતી. આનાથી દ્વિપક્ષીય સંબંધો વણસી ગયા.
નેપાળી પક્ષે સરહદ પાર સરળતાથી વેપાર અને વાણિજ્ય સુનિશ્ચિત કરવામાં અને વિકાસ યોજનાઓના સક્રિય અમલીકરણમાં ભારત સરકાર જે મદદ કરી રહ્યું છે તેની પ્રશંસા કરી.