ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
ભારત હવે તેના શ્રેષ્ઠ મિત્ર ભૂતાન (ભૂટાન) ને ભૂમિ પર તેમજ અવકાશમાં પણ સહયોગ કરશે. ભારત તેના માટે આવતા વર્ષે સેટેલાઇટ લોન્ચ કરશે. આ માટે ઇસરો ની ટીમ ભુતાનના 4 વૈજ્ઞાનિકોને ખાસ તાલીમ આપશે. આની જાહેરાત વર્ચ્યુઅલ રીતે પીએમ મોદીએ, ભુતાનના વડા પ્રધાન લોટે શેરિંગના સહયોગથી રૂપે કાર્ડના બીજા તબક્કાની શરૂઆત કરી રહયાં હતા ત્યારે કરી.
અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ 2019 ના રોજ 'રૂપે કાર્ડ'ના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં, પ્રવાસીઓ અને ભારતથી ભુતાન જતા અન્ય લોકો 'રૂપે કાર્ડ' દ્વારા ત્યાંના એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. બીજા તબક્કામાં હવે તે ભૂટાનના નાગરિકો માટે પણ ખોલવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા ભુતાની નાગરિકો ભારતમાં રોકાણ દરમિયાન કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના ઘણા લોકોએ રુપે કાર્ડને
સ્વીકાર્યું છે. રુપે કાર્ડ વિઝા અથવા માસ્ટરકાર્ડ જેવી ચુકવણી કરે છે, જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારત વિદેશની સાથે સાથે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો માટે તેને પ્રોત્સાહન આપી રહ્યું છે. હાલમાં આ ભારતીય 'રૂપે કાર્ડ' સિંગાપોર, ભૂટાન, માલદીવ્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બહરીનમાં કાર્યરત છે. આને ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. સરકારના મતે વિશ્વના 60 કરોડ લોકો હાલ આ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
