ન્યુઝ કંટીન્યૂઝ
વિશ્વ ની મહા સત્તાના વડા રહેલા તેમજ સમગ્ર વિશ્વમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ ગણાતા બરાક ઓબામાએ રાહુલ ગાંધીને અદભુત સર્ટિફિકેટ આપ્યું છે. બરાક ઓબામા એક પુસ્તક લખી રહ્યા છે જેનું વિમોચન ૧૭ નવેમ્બરે થવાનું છે. આ પુસ્તકમાં તેમણે ભારતીય રાજકારણીઓ વિશે ટીકા ટિપ્પણી કરી છે. જેમાં સૌથી ખરાબ ટિપ્પણી રાહુલ ગાંધી સંદર્ભેની છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ટાબરિયા છે જે ગભરાયેલા અને નાદાન છે. વધુમાં તેમણે લખ્યું કે રાહુલ ગાંધી પોતાના શિક્ષક ને રાજી કરવા ધારે છે પરંતુ તેમની પાસે કોઈ પણ વિષયનું પૂરું જ્ઞાન નથી.
બરાક ઓબામાની આવી ટીપ્પણી બહાર આવ્યા બાદ રાષ્ટ્રીય સ્તર પર રાહુલ ગાંધીની મજાક ઉડાડવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી સિવાય બરાક ઓબામા એ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી વિશે પણ ટિપ્પણી કરી છે તેમણે મનમોહનસિંઘને એક પ્રબુદ્ધ તેમજ હોશિયાર વ્યક્તિ ગણાવ્યા છે જ્યારે કે સોનિયા ગાંધી વિષે પણ સારા શબ્દો કહ્યા છે.
આમ બરાક ઓબામાનું પુસ્તક રિલીઝ થયા પહેલા જ ઘણા વિવાદો અને ઘણી વાતો ને કારણે ચર્ચામાં આવી ગયું છે.