મુંબઈ
ન્યુઝ કંટીન્યુઝ
એક તરફ મુંબઈ શહેરમાં તમામ પ્રકારના ફટાકડા ઓને વેચવાની મનાઈ છે ત્યારે બીજી તરફ મુંબઈ શહેરમાં 'સીડ' બોમ્બ મોટા પ્રમાણમાં વેચાઇ રહ્યા છે.
નામ પ્રમાણે આ 'સીડ' બોમ્બ દેખાવમાં ફટાકડા સમાન છે પરંતુ તેની અંદર અલગ-અલગ વૃક્ષ છોડ અને વેલાના બીજ રાખવામાં આવેલા છે. ફુલજર, જમીન ચક્કર, ફુવારા તેમજ અલગ-અલગ પ્રકારના ફટાકડાઓ બનાવવામાં આવ્યા છે.
તમામ પ્રકારના ફટાકડા ઓની અલગ-અલગ ખાસિયત છે, દાખલા તરીકે લવિંગીયા ફટાકડા ને છૂટા પાડીને કુંડામાં વાવવાથી તેમાંથી નાના નાના છોડ ઊગે છે તો બીજી તરફ જમીન ચક્કર ની અંદર કાંદાના બી રાખવામાં આવ્યા છે અને તેને સળગાવ્યા બાદ બીજ ને ગરમી મળે છે જેથી તે વહેલા ઊગી નીકળે છે. આ જ રીતે ફુવારા માં ઊંચા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે જે જમીનથી બે મીટર ઊંચા ઊગીને ફુવારાની જેમ નીચા અને વાંકા વળી અને તેમાં પીળા રંગના ફૂલ ઉગી નીકળે.
આ રીતે ચાલુ વર્ષે ફટાકડા ના સ્થાને 'સીડ' બોમ્બ બજારમાં વેચાઈ રહ્યા છે. આ ફટાકડાઓ કોઈ ફેક્ટરીમાં ન બનતા હોય તે હાથી બને છે જેની પ્રત્યેક ની કિંમત 40થી 50 રૂપિયા છે.
આ સંદર્ભે વધુ જણાવતા અરુંધતી એ જણાવ્યું કે અમે પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ કર્યો છે જેને અણધારી સફળતા મળી છે. પ્રત્યેક ફટાકડાના અમે ૧૫૦૦ જેટલા નંગ બનાવ્યા હતા અને તમામ વેચાઈ ગયા છે. અમે આશા કરીએ છીએ કે આવનાર વર્ષોમાં લોકો આ પ્રકારના વધુ ફટાકડા ખરીદે.