ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
મહારાષ્ટ્ર સાયબર વિભાગે અશ્લીલ સામગ્રી દર્શાવવા પ્રકરણે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ અને સાઇટ્સ સામે ગુનો નોંધ્યો હતો. જેમા એકતા કપૂરના અલ્ટ બાલાજીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, નિર્દેશકો, અભિનેતાઓ અને અશ્લીલ સામગ્રીનું નિર્માણ કરનારા ક્રૂ સભ્યો પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં આઈપીસી, આઈટી અને મહિલાઓના ઇનડેન્ટ ચિત્રણ (પ્રોહિબિશન) એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક સમાજસેવકની ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર નોધી છે અને ટૂંક સમયમાં વિવિધ ઓટીટી પ્લેટફોર્મના વડાઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે. આ ઉપરાંત અશ્લીલ અને આપતિજનક સામગ્રી દૂર કરવા પણ જણાવવામાં આવશે. આ સંદર્ભે મહારાષ્ટ્ર અલ્ટ બાલાજી, હોટશોટ, ફીઝ મુવિઝ, ફેનિયો કુકુ, નિઓ ફલિક્સ, ચીકુ ફલિક્સ, પ્રાઇમ કલિક્સ, નેટ ફલિક્સ પર અશ્લીલ અને પોર્નોગ્રાફીક સામગ્રી પિરસવામાં આવતી હોવાથી તેમના માલિક અને ડાયેરકટરો સામે ગુનો નોંધાયો છે.
પોલીસે વધુમાં ઉમેર્યુ હતુ કે પોર્નોગ્રાફિક સાઇટ્સની સંખ્યમાં ૬૦૦ ટકાનો ઉછાળ છેલ્લા થોડા વર્ષોમાં નોંધાયો છે. તેથી અશ્લીલ સાહિત્ય પીરસતા દેશોની સરખામણીાં આપણે ત્રીજા ક્રમે પહોંચી ગયા છીએ
