ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
શત્રુઘ્ન સિંહા ના પુત્ર લવ સિંહા 2020ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર, બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને ભાજપના ઉમેદવારના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નીતિન નવીન ભાજપના પક્ષેથી મેદાનમાં ઉભા હતા.
બિહાર ચૂંટણીમા આ વખતે રાજકીય ભાગ્ય અજમાવવા માટે મેદાનમાં ઉતરી ચૂકેલા લવ સિંહા જંગી મતોથી પાછળ પડી ગયા હતાં. શત્રુઘ્ન સિંહાની 'બિહારી બાબુ' ની છબીનો લાભ લવ સિંહાને થયો નથી. બાંકીપુર વિધાનસભા બેઠક પરથી લડનાર કોંગ્રેસના ઉમેદવાર લવ સિંહાને 14332 (28.61%) મતો મળ્યા હતા, જ્યારે ભાજપના નીતિન નવીન 31226 (62.34%) મતોથી જીત્યા હતા.
પટના સાહિબ સંસદીય મત વિસ્તાર, બાંકીપુર બેઠક
બિહારમાં, શોટગની ખ્યાતી ઓછી થઈ રહી છે. હોવી લોકો ફિલ્મી સ્ટાર જોઈને વોટ આપતાં નથી પરંતુ ઉમેદવાર નું કામ પણ જુવે છે. પાછલા અને વર્તમાન સમયના આંકડા પણ આની પુષ્ટિ કરી રહ્યા છે. બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પટના સાહિબ સંસદીય મત વિસ્તાર હેઠળ આવે છે. પટના સાહેબ તે જ ક્ષેત્ર છે જ્યાંથી શત્રુઘ્ન સિંહા બે વાર સાંસદ (લોકસભા અને રાજ્યસભા) રહી ચૂક્યા છે. જ્તે સમયે તેઓ ભાજપમાં હતા. પરંતુ ભાજપ છોડયાં બાદથી તેઓ, તેમની પત્ની અને આજે તેમના પુત્ર લવ સિંહા પણ હારી ગયા છે. આમ લવ સિંહાની રાજકીય કારકીર્દિની શરૂઆત થઈ તે જ પ્રદેશની વિધાનસભા બેઠક પરથી હાર પણ થઈ છે.