ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
તમામ હાઉસિંગ સોસાયટી, ઓફિસ, મોલ્સ, કોમ્પ્લેક્સિસ સહિત તમામ સ્થાનો પર બે મહિનાની અંદર સીસીટીવી કેમેરા ગોઠવે એવું મુંબઈ પોલીસ ઈચ્છે છે. પોલીસનું કહેવું છે કે એક તો ગુનેગારને પકડવામાં તેમજ દુર્ઘટનાઓ ને રોકવા માટે આના ફૂટેજનો ઉપયોગી થઈ શકશે.
પોલીસે કહ્યું હતું કે જે લોકો સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરી શકે છે તેમણે એ ઈન્સ્ટોલ કરવા જોઈએ. નાના દુકાનદારો અને નાની હાઉસિંગ સોસાયટીને એ પરવડી નહીં શકે એની અમને ખબર છે, પણ વૈભવી ટાવર્સ, મોલ્સ અને ઓફિસ કોમપ્લેક્સોએ તો કેમેરા બેસાડવા જ જોઈએ.'
પોલીસે એમપણ કહ્યું સીસીટીવી કેમેરાનું રિઝોલ્યુશન પણ સારી ક્વોલિટીનું હોવું જોઈએ અને બહારનો થોડો વિસ્તાર પણ કેમેરાની રેન્જમાં આવવો જોઈએ. જો કોઈ ગુનો બને તો અમે કેમેરાના ફૂટેજ પણ જપ્ત કરી શકીએ છીએ.'
પોલીસે સ્પષ્તા કરતા કહ્યું હતું કે, અમારે કોઈને હેરાન નથી કરવા. પરંતું વૈભવી સોસાયટીમાં રહેતા અને પરવડી શકે એમ હોવા છતાં જો સીસીટીવી નહીં બેસાડે તો જરૂર પોલીસ પગલાં લાઇ શકે છે..
