ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
બૉલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા શનિવારે અને રવિવારે પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બોલિવૂડના પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર ફિરોઝના ઘરે એનસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 10 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેથી તેમની પત્ની શબાનાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ફિરોઝ નડિયાદવાલા ઘરે હાજર ન હોવાથી તેમને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનસીબી દ્વારા અલગ અલગ દરોડામાં નડિયાદવાલાની પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત કેસ બાદ શરૂ થયેલા બોલિવૂડ ડ્રગ રેકેટ કેસમાં એનસીબી દ્વારા કેટલાક હાઈપ્રોફાઈલ ડ્રગ પેડલર્સ પણ પકડાયા હતા. જેમની બાતમી અને કબૂલાતના આધારે કેટલાક ફિલ્મ અને ટીવી સેલેબ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ એનસીબીએ ચાર થી પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળેલા નામના આધારે શનિવારે અને રવિવારે મલાડ, અંધેરી, લોખંડવાલા, ખારઘર અને કોપરખૈરાને ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.