ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી 'મિશન બીગન અગેન'ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને એટલેકે – જૂન થી ઓક્ટોબર સુધીમાં મુંબઇમાં વાહન નોંધણીમાં 425% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
“મુંબઈમાં વાહનની નોંધણી, મે ગયા વર્ષની સરખામણીમાં 90% ઓછી નોંધણી થઈ હતી, પરંતું જૂન મહિનામાં મિશન બીગન અગેન સાથે રજીસ્ટ્રેશન ની સંખ્યા વધીને 4101 થઈ ગઈ હતી, જે દર મહિને સરેરાશ 694 નવા વાહનો રસ્તાઓ પર ઉતરતા જોવા મળ્યાં હતાં.. ઓક્ટોબરમાં, અચાનક ઉછાળો જોવા મળ્યો. કુલ 21,519 નવા વાહનો ની નોંધણી થઈ હતી. રાજ્યના પરિવહન મંત્રાલયના ડેટાની તાજેતરની રજૂઆતના હવાલાથી પરિવહન અધિકારીએ જણાવ્યું કે, ખાસ કરીને મોટરબાઈક અને કારની નવી માંગમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.
એક મોટર્સ વિકેતાના રિલેશનશિપ મેનેજરે જણાવ્યું હતું કે, “જૂનમાં એક દિવસમાં ફક્ત 4-7 ગ્રાહકોની પૂછપરછ આવી છે, જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં દરરોજ 30થી વધુ ગ્રાહકો શોરૂમ પર પહોંચે છે. ગ્રાહકો મેળવવા માટે અમારે થોડા મહિનાઓ રાહ જોવી પડી હતી, પરંતુ હવે અમારી પાસે બુકિંગમાં ઉછાળો છે અને આ વલણ ચાલુ રહેશે, જે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સકારાત્મક છે."
જ્યારે આરટીઓના એક અધિકારીએ જણાવ્યું કે, ઓક્ટોબરમાં મુંબઇમાં રજિસ્ટર થતી કારની સંખ્યા 5,669 હતી અને બાઇકોની સંખ્યા 14,916 હતી. કોવિડ શરૂ થયા પછીની સૌથી વધુ નોંધણી છે. એમ આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું. નવેમ્બરમાં પણ વાહનોમાં આટલી જ માંગ રહેશે એવું અનુમાન છે..
તાજેતરમાં નવી કાર ખરીદનાર એક યુવકે કહ્યું કે, “કોવિડને કારણે ટ્રાવેલિંગ મોટો મુદ્દો બન્યો છે. અમે બસ, ટ્રેન દ્વારા મુસાફરી કરતા હતાં. પરંતુ હવે સાવચેત છીએ અને અમારી પોતાની કાર રાખવી વ્યવહારુ લાગે છે, જે કોઈપણ ટેક્સી અથવા બસની તુલનામાં સલામત રહેશે. જો કે આવી રહેલા વાર-તહેવારો પણ વધતા વેચાણ માટે સિંહ ફાળો આપતું પરિબળ સાબિત થયું છે.