ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓમાં મેસેજિંગ એપ્લિકેશનો આપણા શ્રેષ્ઠ મિત્રો રહ્યા છે, જે આપણને અન્ય લોકો સાથે સંપર્કમાં રાખે છે. પછી તે મિત્ર હોય, પરિવાર હોય કે પછી સહકર્મી હોય. ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ હવે એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે ખુબ જ કામનું છે. ઉલ્લેખનીય છે કે હાલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પર કોઈની ફરિયાદ કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી પડતી, પરંતુ નવા અપડેટ બાદ કોઈ કૉન્ટેક્ટની ફરિયાદ કરવા માટે તમારે પુરાવા તરીકે ચેટ આપવું પડશે. આ નવા ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રૉઈડના 2.20.206.3 બીટા વર્ઝન પર થઈ રહ્યું છે. વ્હોટ્સએપના નવા ફીચર વિશે Wabetainfoએ જાણકારી આપી છે.
વ્હોટ્સએપ બિઝનેસ અને સામાન્ય યુઝર્સને જો કોઈ મેસેજ મોકલીને પરેશાન કરી રહ્યા છે કે ફાલતુ કૉમેન્ટ કરી રહ્યા છે તો હવે તેની ફરિયાદ કરવા માટે તમારે ચેટનો સ્ક્રીનશૉટ વ્હોટ્સએપ સાથે શેર કરવો પડશે. વ્હોટ્સએપ કોઈ કૉન્ટેક્ટની ફરિયાદ સાથે પુરાવા તરીકે આપવામાં આવેલા સ્ક્રીનશૉટની તપાસ કરશે અને પછી એક્શન લેશે. નવા અપડેટ બાદ વ્હોટ્સએપ આ વાતની પણ તપાસ કરશે કે કોઈ ખાસ નંબરને લઈ કેટલા લોકોએ ફરિયાદ કરી છે. જો કંપનીને કોઈ ખાસ નંબરને લઈ ઘણી ફરિયાદો મળશે તો તે, તે કૉન્ટેક્ટ વિરુદ્ધ એક્શન લેશે અને અહીં સુધી કે તે નંબરને બ્લેકલિસ્ટમાં પણ સામેલ કરશે.
આપને જણાવી દઈએ કે આ નવા ફીચર્સને elaborates your report considering several factors નામ આપવામાં આવ્યું છે.