ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી'નું સોન્ગ 'બમ ભોલે' લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. ગીતમાં અક્ષય કુમાર લાલ સાડી અને બિંદી પહેરીને ટ્રાંસજેન્ડર બનીને નાચતા નજરે પડે છે. તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંડવ કરે છે. આ ગીતને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે. નોંધનીય છે કે ગીતને એક જ દિવસમાં 2 કરોડ થી વધુ વ્યુવઝ મળ્યા છે અને અક્ષયના ડાન્સ અભિનયને ઘણો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કેફિલ્મનું પહેલું ગીત 'બુર્જ ખલીફા' પણ લોકોને ગમ્યું છે. જેમાં અભિનેતા અક્ષય કુમાર એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મનું ટ્રેલર અને પહેલું સોન્ગ ઘણું અગાઉથી રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. એવામાં હવે તે જોવાનું દિલચસ્પ રહેશે કે દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે.
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી સફળ ફિલ્મ બની શકે છે.