ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
ચાલુ વર્ષે લોકડાઉનને કારણે વિલંબમાં પડેલ સોસાયટીના ઓડિટને સામાન્ય કરવા માટે સરકારે કેટલીક છૂટછાટો આપી છે. જેમાં સહકારી આવાસ / ક્રેડિટ સોસાયટીઓ દ્વારા ઓડિટ અને બજેટ સોસાયટીના પદાધિકારીઓ જાતે જ કરી શકે એવી મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા આઠ મહિનાથી કોરોનાના લોકડાઉનથી શરૂ થયેલ વર્ષનું ઓડિટના વિલંબને ટાળવા માટે, રાજ્ય સરકારે તેમની વ્યવસ્થાપન સમિતિઓ અથવા નિયામક મંડળને સામાન્ય સંસ્થાની સત્તા સોંપી છે. તેથી, મેનેજિંગ કમિટી અથવા ડિરેક્ટર મંડળ હવે ઓડિટર્સની નિમણૂક કરી શકે છે, સરપ્લસ વિતરણોને મંજૂરી આપી શકે છે, અને કોઈ બંધનો વિનાનું નવું બજેટ તૈયાર કરી શકે છે, જેથી ચાલુ નાણાકીય વર્ષ 2021 માં માર્ચ પહેલાં નાણાંકીય વ્યવહાને ફરી સામાન્ય કરી શકાય. જોકે, સોસાયટી દ્વારા લીધેલા તમામ નિર્ણયો, સામાન્ય સંસ્થાના સભ્યો દ્વારા માન્ય રાખવા પડશે. એપ પણ સરકારના પરિપત્ર મા જણાવવામાં આવ્યું છે..