ઈસ્લામિક રાષ્ટ્ર યુએઈએ કર્યું ફ્રાન્સનું સમર્થન.. પયગંબર મોહમ્મદના કાર્ટૂન પર આ કહ્યું.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
03 નવેમ્બર 2020

ફ્રાન્સમાં થયેલા પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન વિવાદ અંગે ઘણા મુસ્લિમ દેશોમાં ભારે નારાજગી છે, તેવા સમયે ઇસ્લામ રાષ્ટ્ર યુએઈએ ફ્રાન્સને ટેકો આપ્યો છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મીના ડેપ્યુટી કમાન્ડર, મુહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાને ફ્રાન્સના નાઇસ શહેરમાં થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી હતી.  

ક્રાઉન પ્રિન્સે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન વાતચીત કરી હતી અને આતંકી હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલો જલ્દી  સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. શેખ મોહમ્મદે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ બધા ધર્મોના સિદ્ધાંતો અને મૂલ્યોની વિરુદ્ધ છે જે શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમ શીખવે છે.

શેખ મોહમ્મદે કહ્યું કે મુસલમાનોને પયગંબર મોહમ્મદ માટે અપાર વિશ્વાસ છે, પરંતુ આ મુદ્દાને હિંસા સાથે જોડવા અને તેનું રાજકીયકરણ કરવું એ એકદમ અસ્વીકાર્ય છે. નોંધનીય છે કે ફ્રાન્સના નાઇસ શહેરમાં થયેલા હુમલા પહેલા એક શાળામાં પ્રોફેટનું કાર્ટૂન બતાવતા એક શિક્ષકનું સર કલમ કરવામાં આવ્યું હતું. 

આ અગાઉ, યુએઈના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આતંકવાદ વિરુદ્ધ ધર્મના નામે આ ગુનાહિત કૃત્યોની નિંદા કરી હતી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે તમામ પ્રકારની હિંસાને કાયમી ધોરણે નકારી કાઢીએ  છીએ. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment