પીએમ મોદી માટે લેવાયેલી બોટ, કેવડિયાથી ટ્રકમા પરત લઈ જતી વખતે આગ ભભૂકી ઉઠી.. લાખોનું થયું નુકસાન.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

03 નવેમ્બર 2020

ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ની મુલાકાતે આવી ગયા. અહીં તેઓ દરિયાઈ વિમાનનું ઉદ્દઘાટન કરવાના હતા. આથી તેમણે સુરક્ષા માટે ખાસ સોમનાથ થઈ બોટ મંગાવવામાં આવી હતી. જયાંથી વાહન માર્ગે પરત લાવતી વખતે ગડુ ગામ પાસે ટ્રકમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. બોટ સળગી જતા લાખો રૂપીયાની નુકશાની થઈ છે.

ગીર સોમનાથ જીલ્લામાં દરિયાઈ વિસ્તારમાં પોલીસ, નેવી, કસ્ટમની સંયુક્ત સુરક્ષાની બોટ તાજેતરમાં વડાપ્રધન મોદી નર્મદા કેવડીયા એકતા દિવસે આવેલ હતા તેની સુરક્ષામાં નર્મદા મોકલાઈ હતી. આજે મોટા ટ્રકમાં બોટને પરત લાવવામાં આવતી હતી ત્યારે વેરાવળ ગડુ રોડ ઉપર આ ટ્રકમાં મુકેલી બોટમાં અચાનક આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતાં. રોડ ઉપર આસપાસ કયાંય પાણી ન્હોતું. એકાદ કીલો મીટર દૂર પાણી નીવ્યવસ્તા હોવાથી ત્યાં પહોંચાડવા ટ્રક ડ્રાઈવરે પુરપાટ ઝડપે ટ્રક દોડાવી હતી. ત્યારે, રોડની બન્ને સાઈડ ટ્રાફીક જામ થઈ ગયો હતો. 

આગ સાથે આ ટ્રક દોડી રહી હતી ત્યારનું દ્રશ્ય જોઈને એમ લાગતું હતું કે હમણાં ટ્રક પણ આગની ચપેટમાં આવી જશે પણ, ડ્રાયવરે સમય સુચકતા દાખવી પાણી મળે ત્યાં ટ્રક પહોંચાડી દેતા આગ કાબુમાં આવી હતી. રોડ ઉપર આ આગથી ભારે દોડધામ મચી ગઈ હતી. ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા ટ્રકને વેરાવળ લાવી જે બોટમાં આગ લાગી  હતી તેની તપાસ ચાલુ કરી છે..

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment