ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ સ્ટાર્ટઅપ વેલવર્સેડ માં રોકાણ કરીને મોટો હિસ્સો મેળવી લીધો છે. આ રોકાણ સાથે, તે કંપનીમાં સૌથી મોટો રોકાણકાર બની ગયો છે. વેલવર્સેડના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે યુવરાજે કંપની માટે 100 કરોડના મૂલ્ય પર આ હિસ્સો ખરીદ્યો છે. આ રોકાણ સાથે, તે સૌથી મોટો રોકાણકાર બની ગયો છે.
દરમિયાન યુવરાજસિંહે કહ્યું કે અમારા ફાઉન્ડેશન અને અમારી બ્રાન્ડ વાયડબ્લ્યુસી દ્વારા અમે લોકોના જીવનમાં સુધારણા માટે સતત કામ કરી રહ્યા છીએ. આમાં દરેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ અથવા સારવારનો સમાવેશ થાય છે. યુવરાજ સિંહ પાસેથી મળેલા નાણાંનો ઉપયોગ કંપની દ્વારા પોષણ અને ખાદ્ય ઉત્પાદનોના સપ્લાયમાં વધારો કરવામાં આવશે. આમાંથી મૂડીનો ઉપયોગ કંપનીની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યુવરાજ આઈપીએલના સૌથી મોંઘો ખેલાડી છે. કમાણીની બાબતમાં યુવરાજ ઘણો આગળ છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ સંપત્તિની દ્રષ્ટિએ તે ઘણા ખેલાડીઓને હરાવે છે. ડિસેમ્બર 2018 સુધી, યુવરાજ સિંહની કુલ સંપત્તિ 250 કરોડથી 300 કરોડ રૂપિયાની વચ્ચે હતી. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, યુવરાજ 2016 ના સેલિબ્રિટી 100 ની યાદીમાં 17 મા ક્રમે હતો. આ સાથે યુવરાજ અનેક કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકયો છે.