ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
ફ્રાન્સના ચર્ચમાં આતંકવાદી હુમલો: નીસ શહેરમાં આતંકીઓ દ્વારા હુમલો, આતંકીઓએ 3 લોકોની કરી હત્યા. આતંકીઓ દ્વારા એક મહિલાનો શિરચ્છેદ કરી અન્ય 2 લોકોની ચાકુના મારી કરી હત્યા…
ફ્રેન્ચ શહેર નીસમાં થયેલા આતંકી હુમલાને પગલે ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જેનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો, શહેરના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ જણાવ્યું છે કે, પોલીસના પ્રથમ તારણો મુજબ, ચર્ચની અંદર રહેતી સ્ત્રીનું શિરચ્છેદ કરવામાં આવ્યું છે. અન્ય પીડિતો માટે, અમે અત્યારે કંઇ કહી શકીએ નહીં.
એક અન્ય ઘટનામાં, સાઉદી શહેર જેદ્દાહમાં ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં એક ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો છે. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને ગાર્ડને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે..
આ ઘટનાના વિશ્વભરમાં પડઘા પડ્યા છે અને દરેક દેશે આંતકવાદીઓ પાર કડક હાથે કામ લેવાની વાત કહી છે.