ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
નો આઉટિંગ, નો મૉલ, નો જિમ અને અન્ય તમામ ઍક્ટિવિટીની ગેરહાજરીને લીધે ઘણા લોકો ઑનલાઇન ગેમ તરફ આકર્ષાયા છે. છેલા છ મહિનાથી ઘરમાં બંધ લોકોમાંથી 40 ટકા જેટલાં ઓનલાઈન ગૅમ્સ તરફ વળ્યાં છે.. જે પોતાના ઘરમાં બેઠા બેઠાજ મિત્રો સાથે મળીને રમત રમ્યાનો આનંદ આપે છે.
લૉકડાઉને નાના-મોટા અનેક લોકોને ઑનલાઇન ગેમના રસિયા બનાવી દીધા છે. હમણાં થોડા દિવસ પૂર્વે જ યુવાનોની મનપસંદ ઑનલાઇન ગેમ પબજી પર બૅન મુકાવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પબજી એકમાત્ર ઑનલાઇન ગેમ નથી, એના જેવી અને એનાથી અલગ સેંકડો ઑનલાઇન ગેમ આજે મોટા ભાગના લોકોના મોબાઇલમાં અથવા કમ્પ્યુટરમાં સેવ્ડ છે.
સોશિયલ ગેમિંગ પ્લેટફોર્મ પર વિનજો પર લુડો, કેરમ, પૂલ, ક્રિકેટ જેવી ઇન્ડોર ગેમ રમનારાઓની સંખ્યામાં પણ 10 ગણો વધારો થયો છે. તો બીજી તરફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એન્ડ્રોઇડ યુઝર્સો માટે નવી ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેનું નામ ફેસબુક ગેમિંગ (FaceBook Gaming) રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ પ્લે સ્ટોર પર આવતાની સાથે જ 50 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ગઈ છે. આ ગેમિંગ એપ્લિકેશન ફેસબુક એપ્લિકેશનમાં હાજર ગેમિંગ ટેબનું એકલ સંસ્કરણ છે, જેના દ્વારા તમે ગેમ પ્લે, અન્યને જોવા, લાઇવ ગેમ પ્લે જેવી સુવિધાઓનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે ગ્રૂપના અન્ય સભ્યો સાથે પણ કનેક્ટ થઈ શકો છો.
કેટલાકને લૉકડાઉનમાં ઑનલાઇન ગેમનો એવો ચસકો લાગ્યો કે હવે તેમની લાઇફનો એક હિસ્સો બની ગયો છે, એટલું જ નહીં, ગેમના શરણે થવાને લીધે તેઓ અનેક રીતે અફેક્ટ પણ થઈ રહ્યા હોવાનો પણ અહેસાસ કરી રહ્યા છે.
