ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
તહેવારો વખતે જ ચીનમાં નિકાસ વધી જતાં સિંગતેલના ભાવમાં એકાએક વધારો થયો છે. ભાવ 3000 પાસે પહોંચી જાય તો નવાઈ નહીં.. સિંગતેલના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે અનેક ગૃહિણીઓના બજેટ ખોરવાશે. વેપારીઓ કહે છે કે, ગુજરાત સૌરાષ્ટ્રમાં સિંગતેલની માગ વધારે છે. સિંગતેલ માટે સિંગદાણાની આવક હોવી અનિવાર્ય છે. સિંગદાણાની આવક ન હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. નાફેડએ ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવમાં પરિવર્તન આવી શકે છે. હાલમાં નાફેડ પાસે 5 લાખ ટન મગફળી છે. જો આ મગફળી બજાર કિંમતે વેચાણ અર્થે આવે તો તેલના ડબ્બાના ભાવમાં ફેરફાર થઈ શકે છે..
હાલમાં સિંગતેલની ચીનમાં માગ વધી છે. જેના કારણે ભાવ વધીને 1000ની ઉપર થઈ ગયા છે. આજ સ્થિતિ રહી તો સીંગતેલના ડબ્બાનો ભાવ 2500 નો ભાવ વટાવશે. આ મામલે સરકારે હવે ડુંગળીની જેમ મગફળીમાં પણ પ્રતિબંધો લગાવવા પડશે, નહીં તો આગામી દિવસોમાં ડબાનો ભાવ 3000એ પહોંચી શકે છે.
ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે.. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.
• ભારે વરસાદથી પાકને અસર, મગફળીનું ઓછું ઉત્પાદન અને જંગી નિકાસને લીધે મોટા ભાગની બ્રાન્ડના ડબાનો ભાવ 2500ને પાર
• ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવ 10 ટકા વધ્યા, સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો
• રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું પરંતુ વરસાદથી ઉત્પાદન 35 લાખ ટન રહેવા ધારણા
• સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સિંગતેલના ડબાનો ભાવ 3 હજાર સુધી પહોંચી જવાની ઓઈલ મિલરોની
દહેશત છે.
Join Our WhatsApp Community
